Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વશીયર બ્રિજ વિવાદ ઘેરાયો:કોંગ્રેસે કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી ધરણાં કર્યા, બ્રિજ મામલે નિષ્પક્ષ તપાસની માંગ; યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ યથાવત

    1 day ago

    વલસાડ તાલુકાના વશીયર ગામ ખાતે બ્રિજ અને પ્રોટેક્શન વોલના નિર્માણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ભાજપના નેતાના સંબંધીની ખાનગી માલિકીની જમીનમાં અંગત ઉપયોગ માટે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરીને કરોડોના ખર્ચે બ્રિજ અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવ્યા હોવાનો જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા વલસાડ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરોની ભૂખ હડતાળ યથાવત વશીયર બ્રિજના નિર્માણમાં સરકારી નાણાં અને ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના કાર્યકરો મીત દેસાઈ અને રાહીલ શેખ ભૂખ હડતાળ પર બેઠા છે. ભૂખ હડતાળના પાંચમા દિવસે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાનૂની કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ વચ્ચે કલેક્ટર કચેરી બહાર ધરણાં જનતા દિવસે જ કલેક્ટર કચેરી ખાતે રાજ્ય સરકારની વીડિયો કોન્ફરન્સિંગ યોજાઈ રહી હતી. જેના પગલે કોંગ્રેસના કાર્યકરોએ કચેરીની બહાર બેસીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે SIT તપાસની માંગ કરી કોંગ્રેસ દ્વારા સમગ્ર વશીયર બ્રિજ પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રાજ્યની ટીમને બોલાવી તપાસ કરાવવા પણ માંગણી કરવામાં આવી છે, જેથી સમગ્ર મામલાની તટસ્થ રીતે તપાસ થઈ શકે. દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ અને જમીન સરકાર હસ્તક લેવાની માગ ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરાવવા કોંગ્રેસે માંગ કરી છે. સાથે જ અગાઉ આપવામાં આવેલા વચન મુજબ 6300 ચોરસવાર જમીન તાત્કાલિક સરકાર હસ્તક લેવાની પણ માંગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર માહિતી જાહેર કરવાની માંગ બ્રિજના નિર્માણ અને તેના પાછળ થયેલા ખર્ચ સહિતની તમામ વિગતો જાહેર કરવા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજવાની માંગ કરી છે. સાથે જ જો સરકારી નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોય તો તેમાં સંડોવાયેલા અધિકારીઓ પાસેથી નાણાંની વસૂલાત કરવાની પણ માગણી કરવામાં આવી છે. લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી કલેક્ટર દ્વારા લેખિતમાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી યુથ કોંગ્રેસના કાર્યકરોની ભૂખ હડતાળ અને કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. વશીયર બ્રિજ મામલે હવે કોંગ્રેસના વિરોધને પગલે વિવાદ વધુ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ખુલ્લા વાહનોમાં કચરાનું વહન:AAP નેતા વિશાલ પરમારે મહાનગરપાલિકા અને RTOની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ
    Next Article
    Anand Niketan School |આનંદ નિકેતન સ્કૂલના નર્સરી થી ધોરણ 4 સુધીના વર્ગો આગામી સૂચના સુધી બંધ |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment