Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનેશ કુમારને હથકડી બાંધી લઈ જવાયા !:કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર સામે રાજકોટ કોંગ્રેસનો અનોખો વિરોધ, SIR ના નામે 13 કરોડ નામો કપાયાનો મામલો ગરમાયો

    12 hours ago

    ભારત દેશમાં SIR ની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઠેર ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં શહર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા કાર્યકરને જ્ઞાનેશકુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને હથકડી બાંધવામાં આવી હતી. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશની અંદર જે SIRની કામગીરી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી. જેમાં ભારત દેશમાં 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા અને ભૂતિયા નામ ચડાવવામાં આવ્યા. જ્યારે આ SIRની કામગીરી થતી હતી ત્યારે કોંગ્રેસે આનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કોંગ્રેસની વાતને નકારી કાઢી હતી. જોકે જ્ઞાનેશ કુમારની સાથેના બે ચૂંટણી કમિશનરે સ્વીકાર્યું કે અમે 14 વખત જ્ઞાનેશ કુમારને લેખિત ફરિયાદ કરી કે, અમને વિશ્વાસમાં લીધા વિના આ 13 કરોડ નામ કાઢવાનું કામ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કરેલું છે. આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકશાહી અને બંધારણમાં જે મુખ્ય મતાધિકાર સમગ્ર ભારત દેશમાં વસતા નાગરિકોને આપેલો છે એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું કામ થયું હોવાનું સામે આવ્યું. જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવામાં આવે અને જે SIR પ્રક્રિયા થઈ હતી એ ફરીથી ચકાસવામાં આવે. આજે સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં લોકશાહી અને બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં મતાધિકારનો સમાવેશ થાય છે ત્યારે આપના માધ્યમથી કહું છું કે સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા પણ જાગે. ભાજપ સરકારે વોટ ચોરી કરી છે જે એને નહીં કરવા દઈએ. આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન આ બાબતે છેડાશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCRમાં સગીરાઓ સાથે ગેંગરેપના કેસ પર સુપ્રીમ કોર્ટ કડક:કહ્યું- 2012ના નિર્ભયા કાંડની યાદ આવે છે, તે ઘટનામાંથી શું શીખ મળી
    Next Article
    કેમિકલયુક્ત પાણી છોડવાના ગંભીર આરોપો સાથે ખેડૂતોમાં આક્રોશ:​ચોરવાડમાં ગદરે મરીન કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા મેઘલ નદી પ્રદૂષિત, ખેતી અને જળચર જીવોને નુકસાન; ખેડૂતો અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment