Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમિકલયુક્ત પાણી છોડવાના ગંભીર આરોપો સાથે ખેડૂતોમાં આક્રોશ:​ચોરવાડમાં ગદરે મરીન કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા મેઘલ નદી પ્રદૂષિત, ખેતી અને જળચર જીવોને નુકસાન; ખેડૂતો અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ.

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક આવેલી ગદરે મરીન પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સ્થાનિક ખેડૂતો અને રહીશો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કંપનીની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે ઝેરી અને કેમિકલયુક્ત પાણી નદીમાં ભળ્યું છે, જેના લીધે આસપાસની જમીન, બોર, વાવ અને કૂવાના પાણી પ્રભાવિત થયા છે. આ પ્રદૂષિત પાણીને કારણે નાળિયેરી, જુવાર, બાજરી, મગફળી તેમજ નાગરવેલ જેવા પાકોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, એટલું જ નહીં પરંતુ ચોરવાડ પાસેથી પસાર થતી મેઘલ નદીમાં માછલીઓ અને કાચબા સહિતના જળચર જીવો પણ મૃત હાલતમાં મળી આવ્યા છે. નદીના પાણીના સંપર્કમાં આવવાથી લોકોને ચામડીની તકલીફો તથા ગૂમડાં થવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ સમગ્ર મામલે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી પાણી અને જમીનના સેમ્પલની તપાસ કરાવવાની સાથે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. ​​આ ગંભીર સમસ્યા સ્થાનિક ખેડૂત ગંગાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ચોરવાડના ગદરે મરીનમાંથી જે ઝેરી પાણી છોડવામાં આવ્યું છે તેના સંદર્ભે અત્યારે અમે ઘણી વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અમારી હવે માત્ર એટલી જ માંગ છે કે મોટા નેતાઓ અને જવાબદાર અધિકારીઓ આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ભરે. અહીં અમારા વાડી વિસ્તારમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે અને તેનું યોગ્ય વળતર અમને મળવું જ જોઈએ. મેં મારી નજરે રૂબરૂ જોયું છે કે કેમિકલયુક્ત પાણીના લીકેજ અને પ્રવાહને કારણે અમારી નારિયેળી, નાગરવેલ અને અન્ય તમામ પ્રકારની વેલ-વેલ સુકાઈને નાશ પામી છે, છતાં સ્થાનિકો દ્વારા અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ​આ પ્રદૂષણ મામલે ગામના રહેવાસી પંકજભાઈ પાંચાભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે મારા સંબંધીઓ મચ્છી પકડવા માટે નદીએ ગયા હતા, તે દરમિયાન નદીમાં પગ લપસી જવાથી તેમનાથી તે પાણી પીવાઈ ગયું હતું. તે દૂષિત પાણી પીવાના કારણે તેમની તબિયત અચાનક લથડી હતી, જેથી તેમને તાત્કાલિક ધોરણે કેશોદની રઘુવંશી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યાં ડૉક્ટરો દ્વારા રિપોર્ટ કરાવતા નદીના પાણીમાં ભયજનક માત્રામાં કેમિકલ અને પ્રદૂષણ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું. ગદરે મરીનની કેમિકલની પાઇપલાઇન જે હકીકતમાં દરિયામાં નાખવાની હતી, તે નદીના નાળામાં લીક હોવાના કારણે તેના પ્રદૂષણથી તેમના ફેફસા પર ગંભીર અસર પહોંચી છે. તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અમારે મોટો આર્થિક ખર્ચ પણ વેઠવો પડ્યો છે. તેથી મારી સરકારશ્રીને હાથ જોડીને અપીલ છે કે કાં તો આ ગદરે મરીન કંપનીને કાયમ માટે બંધ કરવામાં આવે અથવા કંપનીના જવાબદાર માણસોને કાયદેસર અને નિયમોનુસાર કંપની ચલાવવા માટે સૂચના આપવામાં આવે, જેથી અમારા જેવા ખેડૂતો, ગરીબ માણસો કે કોઈ નિર્દોષ માછીમારોને આ પ્રકારે ક્યારેય હેરાનગતિ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ​આજ બાબતે બીજા એક સ્થાનિક ખેડૂત સરમણ ભાઈ પરમારે જણાવ્યું હતું કે ડેમની બિલકુલ બાજુમાં જ મારું ખેતર આવેલું છે, જ્યાં મેં નારિયેળી અને ૨૫ જેટલી કેરનું વાવેતર કરેલું છે જે ગદરે મરીન કંપનીની બરાબર બાજુમાં જ આવેલું છે. ગદરે મરીનની ગટર લાઇન અને પાઇપલાઇનનું પાણી લીકેજ થવાને કારણે મારા ખેતરના બોરની અંદર તે પ્રદૂષિત પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો, જેના ઝેરી અસરના લીધે મારી તમામ કેર અને ૨૫ નારિયેળીના વૃક્ષો સહિતનું સમગ્ર વાવેતર બરબાદ થઈ ગયું છે અને મને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર પ્રદૂષણના આક્ષેપો મામલે ગદરે મરીન ચોરવાડના એચ.આર. મેનેજર ચંદ્રેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમારા પર ગામ લોકો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડીને ખેતીને નુકસાન પહોંચાડવાની જે ફરિયાદો કરવામાં આવી છે તે અંગે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી કંપની દ્વારા ક્યારેય સીધું કેમિકલ યુક્ત પાણી બહાર છોડવામાં આવતું નથી. અમારી પાસે સક્ષમ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ઉપલબ્ધ છે, જેમાં વેસ્ટેજ પાણીનું સંપૂર્ણ શુદ્ધિકરણ થયા બાદ જ પાઇપલાઇન મારફત તેને દરિયામાં છોડવામાં આવે છે. અગાઉ મળેલી ફરિયાદ બાદ નગરપાલિકાના ઇજનેર સાથે રહીને અમે પાઇપલાઇનની સંપૂર્ણ તપાસ કરી હતી અને તેમાં કોઈ પણ પ્રકારનું લીકેજ જોવા મળ્યું ન હતું. જો છતાં કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે શંકા હોય, તો અમે આ બાબતની ફરીથી ચકાસણી કરાવવા માટે પૂરેપૂરા તૈયાર છીએ. અમારી આ કંપની ચોરવાડ વિસ્તારમાં 2014 થી સતત કાર્યરત છે અને આશરે 700 થી 800 જેટલા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડી રહી છે તથા ચોરવાડના સર્વાંગી વિકાસ માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારને હથકડી બાંધી લઈ જવાયા !:કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર સામે રાજકોટ કોંગ્રેસનો અનોખો વિરોધ, SIR ના નામે 13 કરોડ નામો કપાયાનો મામલો ગરમાયો
    Next Article
    "Power That No Longer Fears Voters": Rahul Gandhi On Delhi Minister's Slap Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment