Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRદર્દ:મનપામાં પ્રતિ‎બૂથે 10 મતદારો રઝળ્યા‎

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં SIR માં જિલ્લામાં કુલ 26,344 નામ રદ કરવા અરજી આવી હતી. તેની સામે 16,331 મતદારોએ પોતાના નામ ઉમેરવા અરજી કરી હતી. તેમ છતાં તેમના નામ ચૂંટણી આવી હોવા છતાં ઉમેરવામાં ન આવતાં નામ ગાયબ જોઇ બૂથે બૂથે ધક્કા ખાવા પડ્યા હતા. સુરેન્દ્રનગર મનપામાં કુલ 199 બુથ છે. જેમાં સરેરાશ 10 મતદારોના નામ કમી થઇ ગયા હોય તો પણ 1990 જેટલા મતદારો મનપામાં મત આપવાની વંચિત રહ્યા હતા. મહત્વની બાબતએ હતી કે, આ મતદારોના નામ કેવી રીતે કમી થઇ ગયા તેના જવાબો કોઇની પાસે ન હતા. મહત્વનું છે કે, મતદારયાદી સંપુર્ણ રીતે સ્પષ્ટ અને પારદર્શક બને તે માટે ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ચૂંટણીના દિવસે વોટિંગ કરવા આવેલા મતદારોને પોતાનું નામ યાદીમાં ન હોવાનું જાણ થઇ હતી. સરની કામગીરી ચાલુ હતી ત્યારે કુલ 24150 લોકોના નામે નામ કમી કરવા માટે અરજી કરાઇ હતી. જેની સુનવણીમાં ભાંડો ફૂંટયો હતો કે, મતદારની જાણ બહાર અન્ય વ્યકિતઓ આવી અરજી કરી રહ્યાં હતા. તેને કારણે પણ ઘણા નામો રદ થઇ ગયા હતા.આથી લોકો મતદાન કરી શકયા ન હતા. ટૂંકા સમયમાં મોટો ટાર્ગેટ અપાતાં ભૂલો વધી સરની કામગીરી પુરી કરવા માટે 4 મહિનાનો સમય આપ્યો હતો.તેમાં પણ જે લોકો સ્થળાંતર કરીને શહેરમાં કે અન્ય જગ્યાએ રહેવા માટે ગયા હોય તેમના સરનામાં શોધવામાં ખુબ મુશ્કેલી પડી હતી.આટલુ જ નહી પરંતુ રોજના 500-1000ના ટાર્ગેટ મુજબ કામ કરવાની સુચના આપતા બીએલઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જેને કારણે મતદાર યાદીમાં અનેક ભૂલો રહી ગઇ જેનો ભોગ જનતા બની ગઇ હતી. એક પરિવારના સભ્યોના બૂથ અલગ-અલગ SIRની કામગીરી સચોટ ન થવાના લીધે હજારો મતદારો વંચિત રહ્યાંનો અંદાજ છે. તેઓએ વોટિંગ કર્યું હોત તો સુરેન્દ્રનગર જિલ્લાનું મતદાન વધી શક્યું હોત. મતદાન મથકોમાં સ્લીપ લઇને અનેક લોકો આવતા પરંતુ તેમના નામ ન હોવાને કારણે આ બુથથી બીજા બુથ સુધી ભટકવુ પડતુ હતુ. પરંતુ તેમના નામ કયા છે તેનો જવાબ કોઇની પાસે ન હતો. એક જ ઘરમાં રહેતા સભ્યોને પણ અલગ અલગ બૂથમાં મતદાન કરવા જવુ પડતુ હતુ.આથી મતદારોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઈરાની વિદેશ મંત્રી 48 કલાકમાં ત્રીજી વખત પાકિસ્તાન પહોંચ્યા:અમેરિકાએ કહ્યું- ઈરાન સમજૂતી માટે ગંભીર છે, પરંતુ પરમાણુ હથિયાર બનાવવા દઈશું નહીં
    Next Article
    મનપાની ચૂંટણીનું ગણિત:મનપામાં ઓછા મતદાન, ત્રિપાંખીય જંગથી પેનલો તૂટશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment