Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણીનું ગણિત:મનપામાં ઓછા મતદાન, ત્રિપાંખીય જંગથી પેનલો તૂટશે‎

    2 days ago

    સુરેન્દ્રનગર મનપાની પહેલી ચૂંટણીમાં 54.67 ટકા મતદાન થયું છે. ઉમેદવારો અને પક્ષના આગેવાનો હાર જીતના ફેસલા માટે મતદાનનું ગણીત ગણી રહયા છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાને હતા. જેને કારણે ત્રીપાખીયો જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં 54.67 ટકા મતદાન થયુ છે. જયારે ગત વર્ષે 53.14 ટકા મતદાન થયુ હતુ. આમ ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં 1.53 ટકાનો વધારો થયો છે. આ વખતની ચૂંટણીમાં વોર્ડ નં-1, 3, 8, 9, 11, 12, 13માં મતદાન વધ્યુ છે. વોર્ડ નં-2, 4, 5, 6, 7, 10માં મતદાનનો ઘટાડો થયો છે. ત્યારે ભાજપે 50થી વધુ બેઠક જયારે કોંગ્રેસે 12થી વધુ અને આપે 4થી વધુ બેઠક ઉપર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. આમ મનપાની પહેલી બોડી પણ ભાજપની જ બને તેવા સમીકરણો રચાયા છે. સુરેન્દ્રનગર મહાનગર પાલીકાની ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને લઇને ઘણી નારાજગી હતી. તેમ છતા વોર્ડ 4માંથી બે મહિલા અને વોર્ડ નં 7 માંથી 1 મહિલા ઉમેદવાર ભાજપના બીનહરીફ થયા હતા. ચૂંટણીમાં ખાસ કરીને વોર્ડ નં એક અને બેમાં ભાજપની ખાસ મહેનત કરવાની જરૂર ન હતી. પરંતુ વોર્ડ નં 3 અને 4 માં ટિકિટ ન મળતા મોટા નેતા જામાભાઇ ગરીયા અને તેમના પુત્રએ અપક્ષ ઉમેદવારી કરી હતી. પ્રચારમાં પોતાની તાકાત પણ બતાવી હતી. આથી આ બે વોર્ડમાંથી ભાજપની પેનલ તૂટવાની શકયતાઓ સેવાઇ રહી છે. જયારે વોર્ડ નં 8માં પણ જ્ઞાતીના સમીકરણોને કારણે ભાજપ કોંગ્રેસ વચ્ચે ફાઇટ છે. તેવી જ રીતે વોર્ડ નં 9માં ભાજપ, કોંગ્રેસ અને આપના બળીયા નેતાઓ છે. અહીયા પાટીદાર, કોળી, ઠાકોર જ્ઞાતીનુ પ્રભૂત્વ છે. બીજુ કે માળોદ અને ખેરાળીમાંથી ટિકિટ ન આપવાને કારણે જે નારાજગી છે તે મતદાનના દિવસે પણ દેખાઇ હતી. આથી આ વોર્ડમાં ભાજપની પેનલ તુટવાની પૂરી શકયતાઓ છે. જયારે વોર્ડ નં 11માં પણ ભાજપ કોંગ્રેસ અને આપની ટક્કર છે. ગત ચૂંટણીમાં પણ આ વોર્ડની પેનલ તૂટી હતી. પરંતુ આ ચૂંટણીમાં વઢવાણના વિસ્તારો ભેળવવામાં આવતા ભાજપ માટે થોડુ સરળ થયુ છે તેમ છતા ફાઇટ તો રહેવાની જ છે. આમ મનપાની પહેલી બોડી ભાજપની બને તેવા હાલ સ્પષ્ટ સંકેતો છે. ભાસ્કર ઈનસાઈટ સાંજે ઘરે ઘરે ફરી લોકોને મતદાન માટે લઇ જવાયા સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં સવારથી જ મતદાન ઓછુ થયુ હતુ. મોટા ભાગના બુથ ખાલી હતા. જેને લઇને ભાજપની ચિંતા વધી ગઇ હતી. કારણ કે જો ઓછુ મતદાન થાય તો તેનુ સીધુ નુકસાન ભાજપને જાય આથી 5 વાગ્યા પછી ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ બાકી રહેલા મતદારોની યાદી લઇને બેસી ગયા હતા અને ઘરે ઘરે જઇને મતદાન કરવા માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લી કલાકોમાં જે નારાજ હતા તેને મનાવી લીધા હતા. તે ભાજપ માટે મહત્વનું સાબીત થશે. સુરેન્દ્રનગર મનપા મતદાન
    Click here to Read More
    Previous Article
    SIRદર્દ:મનપામાં પ્રતિ‎બૂથે 10 મતદારો રઝળ્યા‎
    Next Article
    તબીબોનું સન્માન:સુરેન્દ્રનગરમાં 46 તેજસ્વી તબીબી છાત્રો ગોલ્ડ મેડલથી સન્માનિત: 1 વિદ્યાર્થીને 4 ગોલ્ડમેડલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment