Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબોનું સન્માન:સુરેન્દ્રનગરમાં 46 તેજસ્વી તબીબી છાત્રો ગોલ્ડ મેડલથી સન્માનિત: 1 વિદ્યાર્થીને 4 ગોલ્ડમેડલ

    12 hours ago

    પરમ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ અને પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સમર્પિત સેવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે એમ.બી.બી.એસ. અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઝળકેલા 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ સંસ્થાના પાયાના પથ્થર સમાન સ્ટાફને દીર્ઘકાળ સેવા એવોર્ડ થી નવાજાયા હતા. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ તથા સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ. અને વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે ગોલ્ડ મેડલ એવોર્ડ અને 25 વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સ્ટાફ સભ્યોને દીર્ઘકાળ સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરી તેમની પ્રતિભા, પ્રતિબદ્ધતા અને મહેનતને સન્માનિત કરવામાં આવી હતી.એમબીબીએસમાં 28 અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં 18 એમ કુલ મળીને 46 ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં એક તેજસ્વી વિદ્યાર્થીએ 4 ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ, ડિરેક્ટર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, ડીન, પ્રોફેસરગણ તેમજ ડોક્ટરો અને તમામ કેડરના સ્ટાફ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક નૈતિકતા, માનવતાવાદી અભિગમ અને સેવા ભાવનાને કેન્દ્રમાં રાખી આરોગ્યક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે શૈક્ષણિક સિદ્ધિઓની સાથે સંસ્થાએ માનવતા અને સમર્પણને પણ બિરદાવ્યું હતું. 25 વર્ષથી વધુ સમયથી સંસ્થા સાથે જોડાઈને અવિરત સેવા આપનાર નિષ્ઠાવાન સ્ટાફને સંસ્થાના વિકાસ અને કાર્યક્ષમતામાં મૌન પણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા બદલ તેમજ તેમના નિરંતર સેવાભાવ, અને સંસ્થા પ્રત્યેની લાગણીને બિરદાવતા “દીર્ઘકાળ સેવા એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મનપાની ચૂંટણીનું ગણિત:મનપામાં ઓછા મતદાન, ત્રિપાંખીય જંગથી પેનલો તૂટશે‎
    Next Article
    'ગરમીથી ચિડિયો સ્વભાવ થઈ જાય છે, ACમાં જ રહેવાનું', VIDEO:'મમ્મી કંઈ કહે તો કહી દઉં બે મિનિટ શાંતિ રાખ', ગરમીથી અકળાયેલા યુવાઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment