Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં વગર વરસાદે પાણીની નદી વહી:ચરેડી નજીક પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ, 48 કલાકથી લાખો લીટર પાણીનો વેડફાટ

    1 day ago

    રાજ્યના પાટનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગરમાં છેલ્લા ચારેક વર્ષથી દરેક ચોમાસું નાગરિકો માટે આફત બનીને આવી રહ્યું છે. આ વર્ષે તંત્ર દ્વારા વિકાસકાર્યોના નામે કરવામાં આવેલા બેફામ અને આડેધડ ખોદકામે વરસાદી માહોલમાં ખાડા અને ભુવાઓની ગંભીર સમસ્યાને વધારે વકરાવવાનું કામ કર્યું છે. આવી જ એક મોટી લાપરવાહી ચરેડી નજીક સામે આવી છે.જ્યાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન પીવાના ચોખ્ખા પાણીની મુખ્ય લાઈન જ ખોદી કાઢવામાં આવી હતી. આ ભયંકર બેદરકારીના કારણે પાઈપલાઈનમાં મસમોટું ભંગાણ પડી ગયું છે અને દર મિનિટે સેંકડો લિટર કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. ભંગાણના કારણે 48 કલાકમાં લાખો લિટર પાણીનો વેડફાટ ગાંધીનગરના ઘ-7 અને જીઈબી વચ્ચેના વ્યસ્ત રોડ પર છેલ્લા બે દિવસથી ચોખ્ખા પીવાના પાણીના જાણે તળાવ ઉભરાઈ રહ્યાં છે. રસ્તાઓ પર સતત વહી રહેલા પાણીના કારણે રોડ ધોવાઈ ગયા છે અને મોટા ખાડા તેમજ ભુવા પડી જતાં હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે ચોમાસા દરમિયાન જળસંચય માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન અને રિચાર્જ વેલ જેવી સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર આખા ચોમાસા દરમિયાન જેટલા પાણીનો સંચય કરે છે તેના કરતાં પણ વધારે પાણીનો વેડફાટ માત્ર છેલ્લા 48 કલાકમાં આ ભંગાણને કારણે થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ઘરે-ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ચરેડી વોટર વર્ક્સ ખાતે ખાસ ડીસિલ્ટિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ હાઈટેક પ્લાન્ટમાંથી જ જુદા જુદા સેકટરોમાં પીવાનું ચોખ્ખું પાણી સપ્લાય કરવામાં આવે છે. રસ્તા પર પાણી પાણી થતા નાગરિકો પરેશાન નિયમ મુજબ ચોમાસા દરમિયાન નવા ખોદકામ કરવા પર સદંતર પ્રતિબંધ હોય છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ટ્રાક્ટર એજન્સીઓને ચોમાસાની ઋતુમાં જ ખાડા ખોદવાનું અને નવા કામો કરવાનું શૂરાતન ચડે છે. પરિણામે વરસાદી આફત વચ્ચે પીવાના ચોખ્ખા પાણીની લાઈન તૂટતાં સ્માર્ટ સિટીના નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. હંમેશની આદત મુજબ મ્યુનિસિપલ તંત્ર દ્વારા શરૂઆતમાં આ ગંભીર ભંગાણને અત્યંત હળવાશથી લેવામાં આવ્યું હતું અને જવાબદાર એજન્સીની બેદરકારી સામે સંપૂર્ણ આંખમિંચામણા કરવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે પણ જ્યારે હજારો ગેલન પાણી રસ્તા પર વહી ગયું ત્યારે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓ સફાળા જાગ્યા હતા. નેતાઓએ સામાન્ય નાગરિકોની નારાજગી વહોરવી ન પડે તે માટે તાત્કાલિક એન્જિનિયરિંગ શાખાને દોડતી કરી હતી. ઉપરાંત ઉચ્ચ સ્તરેથી કડક સૂચનાઓ મળ્યા બાદ એજન્સી અને કોર્પોરેશનના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામે તો લાગ્યા છે .પરંતુ વર્ષોના અનુભવી ગણાતા એન્જિનિયરોને પણ આ વિકાસના વાવાઝોડા વચ્ચે લીકેજ શોધવામાં અને તેને સરખું કરવામાં નાકે દમ આવી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ખાનપુર ભાજપ ઓફિસ બહાર મહાકાય વૃક્ષ ધરાશાયી:બે રિક્ષા અને એક ઈલેક્ટ્રીક વાહન ફસાયા, ઝાડ નીચે દબાયેલા યુવકને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો
    Next Article
    રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન, તાત્કાલિક સમારકામની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment