Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડુઆતે અમેરિકા બેંકમાં નોકરી કરતો હોવાનું કહી છેતરપિંડી આચરી:સિનિયર સિટિઝનનું પેન્સન અપાવવા દુબઇની ગોલ્ડન વિઝા એપ્લિકેશન કરવા તેમજ SIP કરાવી દેવાના બહાને વૃદ્ધ પાસેથી રૂ.17.58 લાખ પડાવ્યા

    8 hours ago

    રાજકોટના વૃધ્ધ દંપતી સાથે રૂ.17.58 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં ઉત્તરપ્રદેશના શખ્સે પોતે અમેરિકાની બેંકમાં ઓલનાઇન વર્ક ફ્રોમ હોમ કામ કરતો હોવાનું કહી વૃધ્ધને દુબઈની ગોલ્ડ સીટીઝન શિપ વિઝા અપાવી સિનિયર સીટીઝન પેનશન અપાવવા તેમજ SIPમાં રોકાણ કરાવવા બહાને ઓનલાઇન તેમજ રોકડ રકમ કટકે કટકે મેળવી બાદમાં ફરાર થઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ચીમનલાલ નારણભાઇ પટેલએ જણાવ્યું હતું કે, મારે સંતાન નથી હું નિવ્રુતી પહેલા સુરેન્દ્રનગર ખાતે ઓટો મોબાઇલની દુકાન ચલાવતો હતો અને છેલ્લા 15 વર્ષથી વય નિવ્રુતીના કારણે ધંધો બંધ કરી રાજકોટ મારા પત્ની સાથે રહેવા આવી ગયો છું. વિમલ નગર મેઇન રોડ પર વસંત માર્વેલમાં એક ફ્લેટ લીધો હતો જે ફ્લેટ બ્રોકર રોહીત મોરીએ મને અનુજપ્રકાશ ઓમ પ્રકાશ સાથે મુલાકાત કરાવી ભાડા કરાર કરાવી મહીનાના રૂ.21,000 ભાડા પટે આપ્યો હતો. મારી પત્ની અમારા ભાડે આપેલ ફ્લેટ જતા અનુજપ્રકાશે જણાવ્યું કે પોતે અમેરીકાની બેંકમા ઓનલાઇન નોકરી કરે છે અને કેનેડાની તેમની પાસે સીટીઝનશીપ છે. થોડા દીવસ બાદ તેમની પત્ની પણ ત્યા તેમની સાથે રહેવા આવી હતી. ત્યારબાદ અનુજપ્રકાશે જણાવ્યું કે તમે ઉંમર લાયક છો અને તમારે સંતાન નથી જેથી તમારી નિવ્રુતીની આવક માટે SIPમા રોકાણ કરો જેથી તમને પેન્સશન મળશે અને દુબઇ ખાતેના વિઝા કરાવી આપીશ કારણ કે સીનીયર સીટીઝનને દુબઇમાં પેન્સન આપવામા આવે છે. અનુજ પ્રકાશે દુબઇના ગોલ્ડન વિઝાની એપ્લીકેશન કરવા માટે તા.15.03.2025ના મારો મોબાઇલ ફોન આપ્યો હતો જેમાથી તેણે મારા HDFC બેંક ખાતામાથી ઓનલાઇન તેમના ખાતામા રૂપિયા 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ ગઇ તા.17.04.2025ના રૂપીયા 78,847 વીઝા માટેના અનુજ પ્રકાશે તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તા.19.04.2025ના રૂપિયા 83,717 વીઝા માટેના અનુજ પ્રકાશે તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ દુબઇની ગોલ્ડન વિઝાની ફી ના રૂ.6 લાખ મારા ઘરે રોકડા 01.06.2025ના આપ્યા હતા તથા મારી પત્નીના વિઝા માટેની પ્રોસેસ કરવા માટે રૂ.3,96,000 માંગ્યા હતા જે પત્ની અલ્કાબેનના બેંકમાથી અનુજ પ્રકાશને તેમના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામા RTGS કર્યા હતા. ત્યારબાદ SIP શરૂ કરવા માટે પાસે રૂ.15 લાખ માંગી અને કહ્યું કે, "મારે તમારો અત્યારે જયા હુ ભાડેથી રહુ છુ એ ફલેટ લેવો છે જેથી તમારી SIPના 15 લાખમાથી રૂ.10 લાખ હુ આપીશ અને 5 લાખ તમે આપો જેથી મે મારા સાળા પાસેથી રૂ.5લાખ લઇ અનુજ પ્રકાશને તા.07.06.2025ના રોજ રોકડા આપ્યા હતા અને મારા ફ્લેટ ખરીદવા પેટેના 5 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમા ભરતા રીર્ટન થયો હતો અને બાદમા અનુજ પ્રકાશ જુલાઇ 2025મા મારો ફ્લેટ ખાલી કરી પોતાનો તમામ સામાન લઇ મને જાણ કર્યા વગર જતો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી
    Next Article
    'આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરતો ગયો':નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાનો બફાટ, કહ્યું- 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment