Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરતો ગયો':નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાનો બફાટ, કહ્યું- 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે'

    8 hours ago

    બોલિવૂડના દિગ્ગજ એક્ટર નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવા સ્થિત તેમના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. એક તરફ તેમના નિધનથી બોલિવૂડ, સાઉથ સિનેમા અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો બીજી તરફ નાના વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ તેમને ‘એવિલ’ ગણાવીને બફાટ કર્યો છે. તનુશ્રીએ નાના પાટેકરને રાક્ષસ ગણાવ્યા વાસ્તવમાં 2018માં તનુશ્રીએ #MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે જ્યારે નાના પાટેકરનું નિધન થયું, ત્યારે તનુશ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી શેર કરીને દિવંગત એક્ટરને રાક્ષસ ગણાવ્યા છે. તનુશ્રી દત્તાએ લખ્યું, 'એવિલ (બૂરાઈ) મરી ગયો છે અને હવે મારું જીવન સારા દિવસો તરફ પાટે ચડી ગયું છે!' 'મરી જાય તો એણે જીવતેજીવતાં કરેલા કાંડ નાશ પામે?' તનુશ્રી દત્તા આટલેથી પણ ન અટકી. મોતનો મલાજો જાળવવાના બદલે તનુશ્રી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી. તેણે નાનાને એવિલ કહેતા થયેલી ટ્રોલિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેણે કહ્યું, ‘દુનિયાનો એક્સપિરિયન્સ કોઈ વ્યક્તિ સાથે અલગ હોઈ શકે છે, પણ મારો એક્સપિરિયન્સ તો મને ખબર છે ને. હું તો ડાટેલા મડદાં ઉખાડવા પણ માગતી નહોતી. તેથી મેં રિએક્શન આપવાનું ટાળ્યું. પણ એનો અર્થ એ તો નથી ને જે મરી ગયો છે, તેણે જીવતેજીવતાં જે કાંડ કર્યાં છે, તે દૂર થઈ જાય છે?’ તેણે આગળ કહ્યું, 'તેણે જેટલા લોકોને હેરાન કર્યા છે, જેટલા લોકોને વિક્ટમાઇઝ કર્યા છે, તે ખાતું બંધ થઈ જાય છે? અને લોકો માફ કરવાની વાત કરી રહ્યા છે. અરે ભાઈ, ભગવાન પણ માફી માગ્યા વિના માફ નથી કરતા. ભગવાન સામે પણ ભૂલ સ્વીકારવી પડે છે, પશ્ચાતાપ કરવો પડે છે.' 'MeToo પછી મારી હાલત ખરાબ થઈ ગઈ' તનુશ્રીએ કહ્યું, 'તમને ખબર છે, મીટુ મુવમેન્ટ પછી મારી કેવી ખરાબ હાલત થઈ છે? જે છોકરી કોઈપણ ડર વિના આખી દુનિયામાં હરતી-ફરતી હતી. જ્યારે હું મિસ ઇન્ડિયા બની, જ્યારે હું ટોપની એક્ટ્રેસ હતી, ત્યારે પણ મને સિક્યોરિટીની જરૂર પડી નથી. મીટુ પછી મારી સાથે એટલી ખરાબ ખરાબ ઘટનાઓ ઘટી છેને, તમને સજ્જનોને કહીશને તો ચહેરો શરમથી પાણી-પાણી થઈ જશે.' તેણે વાત આગળ વધારતા કહ્યું, 'તો જ્યારે હું કહું છું કે, એવિલ ઇઝ ડેડ, તો હું તે માનું છું. આ મારી રિયાલિટી છે. મતલબ આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરી ગયો. મને કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. પણ આ જે નેગેટિવિટી ચાલી રહી છે ને, કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના વ્યુઝ અને લાઇક્સ વધારવા મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે.' 'નાના અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનો કઝીન છે' '2020 પછી મારા પર જીવલેણ હુમલા થયા છે. મારા જીવનનો એક-એક દિવસ મેં સ્ટ્રગલ કર્યું છે અને સફર કર્યું છે, માત્રને માત્ર આ માણસના લીધે. એ એકલો મને પરેશાન નહોતો કરી રહ્યો, ગ્રુપમાં મળીને હેરાન કરતો હતો. અને આ કેવો સજ્જન છે, અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનો કઝીન છે આ. નાના પાટેકર સાલો રાક્ષસની પૂંછડી. આજે રાક્ષસ મર્યો છે. મારા જીવનનો જે સૌથી મોટો અસૂર હતો ને, જેણે મારું જીવન હરામ કરી નાખ્યું હતું.' 'મારી સાથે ઇન્ટીમેન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો' તનુશ્રી દત્તાએ 2018માં MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, નાના પાટેકરે તેને 2009માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર હેરાન કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, 'નાના પાટેકર જબરદસ્તી મારી નજીક આવવા માંગતા હતા, તે શૂટિંગ દરમિયાન ગીતનો ભાગ નહતા, તેમ છતા મારી સાથે ઇન્ટીમેન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો.' તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ફિલ્મમાં રાખી સાવંતને રિપ્લેસ કરવામાં આવી હતી. નાના પાટેકર સામેનો જાતીય સતામણીનો કેસ બંધ તનુશ્રીએ મીટુ હેઠળ કરેલા કેસમાં નાના પાટેકરને મુંબઈની કોર્ટમાંથી રાહત મળી હતી. તેમની સામેનો જાતીય સતામણીનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોર્ટે તનુશ્રી દત્તાની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે, 'એક્ટર સામે જાતીય સતામણીના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.' એક્ટ્રેસે કહ્યું કે નાનાની પીઆર ટીમ ખોટા સમાચાર ફેલાવી રહી છે તનુશ્રી દત્તાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી અપલોડ કરીને કહ્યું હતું કે, 'નાના પાટેકરની પીઆર ટીમ અમારા પક્ષમાં આવેલા કોર્ટના નિર્ણય પર ખોટા સમાચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. હું અને મારી કાનૂની ટીમ કેસ જીતી ગયા છીએ. અને જે પણ મીડિયા હાઉસ આ તદ્દન ખોટી વાર્તા પ્રકાશિત કરી રહ્યું છે તેણે કોર્ટને જવાબ આપવો પડશે અને ઉત્પીડનના કેસમાં પક્ષકાર બનવું પડશે.'
    Click here to Read More
    Previous Article
    ભાડુઆતે અમેરિકા બેંકમાં નોકરી કરતો હોવાનું કહી છેતરપિંડી આચરી:સિનિયર સિટિઝનનું પેન્સન અપાવવા દુબઇની ગોલ્ડન વિઝા એપ્લિકેશન કરવા તેમજ SIP કરાવી દેવાના બહાને વૃદ્ધ પાસેથી રૂ.17.58 લાખ પડાવ્યા
    Next Article
    બંગાળમાં ટીએમસી-કોંગ્રેસ સાથે તો પણ ભાજપ આગળ:તમિલનાડુમાં TVK આગળ, આસામમાં ભાજપને લીડ; 4 રાજ્યોની 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment