Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી

    12 hours ago

    14મી સદીની ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગેનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિતના પાંચ સ્થાનિક અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાંથી મળી આવેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. અરજદારોએ આશંકા વ્યક્ત કરી છે કે, ચાલી રહેલા તણાવના કારણે આ પવિત્ર મૂર્તિને નુકસાન પહોંચાડી નષ્ટ કરવામાં આવી શકે છે. ASI સંરક્ષિત સ્મારકની સુરક્ષા અંગે અરજદારોની ચિંતા અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જામા મસ્જિદ વર્ષ 1909થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું સંરક્ષિત સ્મારક છે અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અધિનિયમ, 1958 હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. કાયદા મુજબ સ્મારકના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન વિવાદ વચ્ચે ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર હોવાથી તેની સુરક્ષા માટે તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારે વલણ દાખવ્યું, આજે સુનાવણી આ મામલે રાજ્ય સરકાર અને ભરૂચ કલેક્ટર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોની દલીલોમાં તથ્ય જણાય છે. હાઈકોર્ટે તમામ પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઈ વધુ સુનાવણી આજે (9 ઓક્ટોબર) મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, અરજદારોએ કેન્દ્ર સરકાર, ASI, રાજ્ય સરકાર અને જામા મસ્જિદ પ્રબંધક સમિતિને આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે. ભોંયરામાંથી મૂર્તિ મળ્યા બાદ વિવાદ અને રેલી યોજાઈ હતી ચાલુ વર્ષની શરૂઆતમાં જામા મસ્જિદના ભોંયરામાંથી તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવતાં આ વિવાદ શરુ થયો હતો. ગિયાસુદ્દીન તુઘલકના શાસનકાળ દરમિયાન બનેલી આ મસ્જિદમાં મૂર્તિ મળતાં સ્થાનિક હિન્દુ અને જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ના બને તે માટે ASIએ ભરૂચ કલેક્ટરને સ્મારકની સઘન સુરક્ષા સુનિશ્ચિત કરવા અગાઉથી જ વિનંતી કરી હતી. આ પણ વાંચો… જૈન સમાજે જામા મુલાકાત લઈ સ્થળને આસ્થાનું કેન્દ્ર ગણાવી પરત સોંપવાની માગ કરી ભરૂચની જામા મસ્જિદનો વિવાદ પાકિસ્તાન સુધી પહોંચ્યો, પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કહ્યું-આ મસ્જિદ ખિલજી વંશના સમયની 700 વર્ષ જૂની, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં અબ્દુલ બાસિતે પોતાના નિવેદનમાં ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી અને સંભલ સહિતના ધાર્મિક સ્થળોના વિવાદો સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હવે આ ગુજરાતમાં પણ જુઓ મામલો શરૂ થઈ ગયો છે. આ ભરૂચ એક જિલ્લો છે, ત્યાં લગભગ 1,70,000ની વસ્તીમાં 63,000ની આસપાસ 37 ટકા મુસલમાન છે. ત્યાં આજથી 600-700 વર્ષ પહેલાં ખિલજી વંશના જમાનામાં એક મસ્જિદ બની હતી. હવે ખબર પડી છે કે તે મસ્જિદને લઈને કેટલીક વીડિયો વાઇરલ થઈ ગઈ છે કે અહીંયા તો હિન્દુ અને જૈન ધર્મોના કેટલાક નિશાનો મળ્યા છે. પાછલા દિવસોમાં તો આ મસ્જિદ પર દાવો કરી દેવામાં આવ્યો કે આને અમે મંદિરમાં ફેરવીશું. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો… જામા મસ્જિદમાં ચક્રધર સ્વામીના અવતાર દિને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 4 સંતાનના પિતાને પ્રેમ પાંગર્યો:પ્રેમિકા સાથે ભાડેથી રહેવા લાગ્યો, પત્ની બાળકો સાથે પહોંચતા હાથરૂમાલથી ઊંઘમાં જ પતાવી દીધી
    Next Article
    ભાડુઆતે અમેરિકા બેંકમાં નોકરી કરતો હોવાનું કહી છેતરપિંડી આચરી:સિનિયર સિટિઝનનું પેન્સન અપાવવા દુબઇની ગોલ્ડન વિઝા એપ્લિકેશન કરવા તેમજ SIP કરાવી દેવાના બહાને વૃદ્ધ પાસેથી રૂ.17.58 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment