Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 4 સંતાનના પિતાને પ્રેમ પાંગર્યો:પ્રેમિકા સાથે ભાડેથી રહેવા લાગ્યો, પત્ની બાળકો સાથે પહોંચતા હાથરૂમાલથી ઊંઘમાં જ પતાવી દીધી

    7 hours ago

    ગાંધીનગરના સેક્ટર-4 એ વિસ્તારમાં કાળજું કંપાવનારી અને માનવતાને લાંછન લગાડતી કરૂણ ઘટના સામે આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે પોતાની પ્રેમિકા સાથે મળીને અનૈતિક સંબંધમાં અડચણરૂપ બનતી પોતાની પત્નીને રૂમાલ વડે ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેને કુદરતી મોત કે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ ચકચારી મામલે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી આરોપી પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. મૃતકને ચાર સંતાન, પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી મૂળ વિરમગામ તાલુકાના શિયાળ ગામના રહેવાસી અને ખેતી કરી ગુજરાન ચલાવતા મેરૂભાઈ વાસણીયાએ ફરિયાદ નોંધાવી છે. મેરુભાઈના કાકા લવજીભાઈની દીકરી સંગીતાબેનના લગ્ન 2012માં ઓગણ ગામના રોહિતજી રમેશજી ઠાકોર સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેમને ચાર બાળકો છે, જેમાં 10, 8 અને છ વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાનો સમાવેશ થાય છે. મોગલ લાઈબ્રેરીમાં પરિચય બાદ પ્રેમ પ્રકરણ પાંગર્યું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અર્થે રોહિત ગાંધીનગર આવી ગયો અને તેની પત્ની સંતાનો સાથે વતન રહેતી હતી. રોહિતજી ગાંધીનગરના સેક્ટર-2માં આવેલી મોગલ લાયબ્રેરીમાં વાંચવા માટે જતો હતો, તે અરસામાં દાહોદના ફતેપુરા તાલુકાના ગઢડા ગામની વર્ષા પણ ત્યાં અભ્યાસ અર્થે આવતી હતી. આ પરિચય ધીમે-ધીમે ગાઢ પ્રેમસંબંધમાં પરિવર્તિત થયો અને બંનેએ ભવિષ્યમાં સાથે જ રહેવાનું નક્કી કરી લીધું હતું. પત્ની સંસાર બચાવવા આવી તો હત્યાનું કાવતરું રચ્યું જેના લીધે બંને જણા સેકટર-4 એ પ્લોટ નંબર 1021/2માં ભાડે રહેવા લાગ્યા હતા. દરમિયાન જીવન નિર્વાહ ચલાવવા રોહિત ભાટ ખાતેની પ્લાઝમા રિસર્ચ ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તેમજ પ્રેમિકા વર્ષા રિસેપ્સનિષ્ટ તરીકે નોકરી કરવા લાગ્યા હતા. ત્યારે થોડા દિવસો અગાઉ સંગીતા બાળકોને લઈને ગાંધીનગર આવી ગઈ હતી. એ વખતે વર્ષાને જોઈને તેને પણ અજુગતું લાગ્યું હતું. પતિ-પત્ની અને પ્રેમિકા એકજ મકાનમાં રહેવાના આ ગતકડાની ગંધ પત્ની સંગીતાને આવી ત્યારે તેમણે પોતાના સંસારને બચાવવા માટે આ અનૈતિક સંબંધનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પતિને ટોક્યો હતો. હાથ રૂમાલથી પત્નીને ઊંઘમાં જ પતાવી દીધી આમ પત્ની પોતાના અને પ્રેમિકાના પ્રેમ પ્રકરણમાં કાયમ માટે અડચણરૂપ સાબિત ન થાય તે માટે રોહિતજી અને તેની પ્રેમિકા વર્ષાએ એકસંપ થઈને સંગીતાને ખતમ કરી નાખવાનું ભયંકર કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે ગત 8 ઓક્ટોબરની મધરાતે સંગીતા સૂઈ રહી રહી હતી અને બાળકો બીજા રૂમમાં સૂતા હતા,એ દરમિયાન રોહિત અને વર્ષાએ ભેગા મળીને સંગીતાને હાથરૂમાલ વડે ગળાના ભાગે ફાસો દઈને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો બાદમાં આ હત્યાને કુદરતી મોત કે આત્મહત્યા જેવો રંગ આપવા માટે પ્રેમી પંખીડાએ ચાલાકી વાપરી અને સંગીતાને સિવિલ લઈ ગયા હતા. સંગીતાના સસરા રમેશજી ઠાકોરે વહેલી સવારના ફરિયાદી મેરૂભાઇને ફોન કરીને વાત કરી હતી કે, સંગીતાએ કોઈ ઝેરી દવા ખાઈ લીધી છે અને તેની તબિયત ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સમાચાર સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાબડતોબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગળા પરના નિશાનથી પાપ છાપરે ચડી પોકાર્યું હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ સંગીતાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જોકે, મૃતદેહનું નિરીક્ષણ કરતા તેના ગળા પર ફાસા કે ટૂંપાના સ્પષ્ટ નિશાનો નજરે ચઢતા મામલો ગરમાયો હતો. આ મામલે સ્થળ પહોચેલી સેકટર 7 પોલીસે પતિ રોહિતજીને આ મામલે કડક પૂછપરછ શરૂ કરી ત્યારે તેની હકીકતો બહાર આવી ગઈ અને તેણે પોતે જ પોતાની પ્રેમિકા વર્ષા સાથે મળીને આ હત્યાકાંડ અંજામ આપ્યાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. માતા પુત્રીના અચાનક મોતથી શોકમાં મૃતક સંગીતાની માતા કૈલાસબેન પુત્રીના અચાનક મોતથી સુન્ન થઈ ગઈ હતી અને શોકમાં ગરકાવ થઈ જવાને કારણે નિવેદન આપવાની સ્થિતિમાં ન હોવાથી તેમના કહેવાથી મેરૂભાઇએ પોલીસ સમક્ષ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે CJPનું પ્રદર્શન, પોલીસે કહ્યું- મંજુરી નહીં:દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ, 57 મેટ્રો સ્ટેશન બંધ; ટ્રેનો બંધ કરવા સામે સુપ્રીમમાં અરજી
    Next Article
    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment