Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે CJPનું પ્રદર્શન, પોલીસે કહ્યું- મંજુરી નહીં:દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ, 57 મેટ્રો સ્ટેશન બંધ; ટ્રેનો બંધ કરવા સામે સુપ્રીમમાં અરજી

    11 hours ago

    કોકરોચ જનતા પાર્ટીના આવતીકાલે દિલ્હીમાં યોજાનારા પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી. આ માહિતી શુક્રવારે જોઈન્ટ સીપી નૂપુર પ્રસાદે આપી હતી. તેમણે જણાવ્યું કે CJPએ 7 ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રદર્શન કરવાની જાણ કરી હતી. નિર્ધારિત ગાઈડલાઈન મુજબ 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે 57 મેટ્રો સ્ટેશન બંધ કરવાનો અને 10 ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ન્યૂઝ એજન્સી IANS મુજબ, નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશનો પર આવતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે રદ રહેશે. રેલવેએ આ ટ્રેનોને તેમના શરુઆતી સ્ટેશનોથી જ રદ કરી દીધી છે. ટ્રેનો બંધ કરવા સામે સુપ્રીમમાં અરજી દિલ્હીમાં આવતીકાલે મેટ્રો ટ્રેન અને ઈન્ટરનેટ બંધ કરવાના વિરોધમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કરી છે. તેમનો આરોપ છે કે તેનાથી લોકોને મુશ્કેલી પડશે.
    Click here to Read More
    Previous Article
    આજે સોનું ₹304 સસ્તું થઈને ₹1.47 લાખ થયું:ચાંદી ₹2,821 ઘટીને ₹2.18 લાખ પર આવી, જાણો તમારા શહેરોમાં ભાવ
    Next Article
    ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 4 સંતાનના પિતાને પ્રેમ પાંગર્યો:પ્રેમિકા સાથે ભાડેથી રહેવા લાગ્યો, પત્ની બાળકો સાથે પહોંચતા હાથરૂમાલથી ઊંઘમાં જ પતાવી દીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment