Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગરબા ગ્રાઉન્ડ પર 'SHE' ટીમનું સિક્યોરિટી ચેકિંગ:છેડતી અને ફોટો દુરુપયોગ રોકવા PI ઊંઝિયાની આગેવાનીમાં સઘન પેટ્રોલિંગ

    1 day ago

    નવસારી શહેરમાં નવરાત્રિ દરમિયાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે ટાઉન પોલીસની 'SHE ટીમ' સક્રિય થઈ છે. છેડતી અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે ટીમે ગરબા ગ્રાઉન્ડ પર મોરચો સંભાળ્યો છે. PI પી. કે. ઊંઝિયાની આગેવાનીમાં SHE ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. શહેરના બે ઇન્ડોર અને બે આઉટડોર ગરબા આયોજનો ખાતે પોલીસ ટુકડીઓ તહેનાત કરાઈ છે. આ ટીમો સાદા વસ્ત્રોમાં પણ ગરબા ગ્રાઉન્ડની અંદર અને બહાર પેટ્રોલિંગ કરી રહી છે. યુવતીઓની સંમતિ વિના ફોટા કે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર દુરુપયોગ કરતા યુવાનો પર પણ નજર રખાઈ રહી છે. SHE ટીમ આવી ડિજિટલ સતામણી રોકવા કડક વલણ અપનાવી રહી છે. ગરબા પૂરા થયા પછી પણ યુવતીઓ સુરક્ષિત ઘરે પહોંચે તે માટે કડક તકેદારી રખાઈ રહી છે. ગરબા સ્થળની બહાર અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી કનડગત રોકવામાં આવી રહી છે. 'અવેરનેસ ઝુંબેશ': કેફે અને રોડ-રસ્તાઓ પર જાગૃતિ સુરક્ષા બંદોબસ્તની સાથે-સાથે SHE ટીમ દ્વારા શહેરના કેફે, ટાઉન એરિયા અને જાહેર રસ્તાઓ પર યુવતીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને જાગૃત કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની કનડગત કે અણબનાવ પ્રસંગે ત્વરિત મદદ મેળવવા માટે પોલીસ હેલ્પલાઈન નંબર અને 112 / 1091 પર સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવસારી પોલીસની અપીલ ગરબા એ આપણો પવિત્ર સાંસ્કૃતિક ઉત્સવ છે. યુવતીઓ અને મહિલાઓ નિર્ભય બનીને ઉત્સવ માણી શકે તે માટે પોલીસ કટિબદ્ધ છે. કોઈપણ આવારા કે છેડતી કરનારા તત્વો સામે સજ્જડ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નારોલમાં મહિલાએ નોકરીની ના પાડતાં યુવકે અદાવત રાખી:પરિણીતાના પતિને કોલ કરી ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો લગ્નજીવન તોડવાનો પ્રયાસ; ફરિયાદ નોંધાઈ
    Next Article
    બોટાદમાં 24 પોલીસ કર્મચારીઓની બદલી:જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક નવા સ્થળે હાજર થવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment