Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલમાં મહિલાએ નોકરીની ના પાડતાં યુવકે અદાવત રાખી:પરિણીતાના પતિને કોલ કરી ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો લગ્નજીવન તોડવાનો પ્રયાસ; ફરિયાદ નોંધાઈ

    1 day ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ નોકરી કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં એક યુવકે અદાવત રાખીને દંપતીના સંસારમાં વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પરિણીતાના પતિને ફોન કરીને ગંભીર આક્ષેપો કરવા સાથે અત્યંત બિભત્સ અને અભદ્ર વાતો કરતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નોકરીની ના પાડતાં યુવકે અદાવત રાખી પીડિત પરિણીતાને થોડા મહિનાઓ અગાઉ નોકરીની જરૂરિયાત હોવાથી તેમણે પરિચિત મારફતે બાયોડેટા મોકલાવ્યો હતો. તે સમયે કીરીટ ચાવડા નામના યુવકે મેમનગર ખાતે બેબી કેરની નોકરીની ઓફર કરી હતી. જોકે, કામના કલાકો અનુકૂળ ન હોવાથી પરિણીતાએ ના પાડીને અન્ય જગ્યાએ ખાનગી સંસ્થામાં સુપરવાઈઝર તરીકે નોકરી મેળવી લીધી હતી. મહિલાા પતિને ફોન કરી હેરાનગતિ શરૂ કરી નોકરી મેળવ્યા બાદ પણ આરોપી વારંવાર મેસેજ અને કોલ કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. ઓક્ટોબર મહિનામાં આરોપીએ રાત્રિના સમયે વારંવાર કોલ કરીને હેરાનગતિ શરૂ કરી હતી. પરિણીતાએ ફોન કાપી નાખતાં આરોપીએ સતત કોલ ચાલુ રાખ્યા હતા, જેથી પતિએ ફોન ઉપાડીને પત્ની સુઈ ગઈ હોવાનું જણાવતાં જ આરોપી ઉશ્કેરાયો હતો અને પત્નીનો સુતો હોય તેવો ફોટો મોકલવાની અશ્લીલ માગણી કરી હતી. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આરોપીએ પતિ સમક્ષ પરિણીતાના ચારિત્ર્ય અંગે મનઘડંત અને ખોટા આક્ષેપો કરીને દંપતી વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતા કે તેમના પતિ ક્યારેય આ યુવકને રૂબરૂ મળ્યા ન હોવા છતાં સતત મળતી ધમકીઓ અને બિભત્સ વર્તનથી કંટાળીને આખરે પરિણીતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રીલ કે શોર્ટ ફિલ્મ બનાવો અને જીતો ₹2.50 લાખનું ઈનામ:નશામુક્ત ગુજરાત બનાવવા ANTFની જાહેરાત, જાણો સ્પર્ધાની A TO Z માહિતી
    Next Article
    નવસારીમાં ગરબા ગ્રાઉન્ડ પર 'SHE' ટીમનું સિક્યોરિટી ચેકિંગ:છેડતી અને ફોટો દુરુપયોગ રોકવા PI ઊંઝિયાની આગેવાનીમાં સઘન પેટ્રોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment