Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલ કે શોર્ટ ફિલ્મ બનાવો અને જીતો ₹2.50 લાખનું ઈનામ:નશામુક્ત ગુજરાત બનાવવા ANTFની જાહેરાત, જાણો સ્પર્ધાની A TO Z માહિતી

    1 day ago

    ગુજરાતને નશામુક્ત બનાવવા માટે હવે શોર્ટ ફિલ્મો અને રીલ્સનો સહારો લેવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા નશાના દુષણ સામે જનજાગૃતિ ફેલાવવા ‘ડ્રગ અવેરનેસ રીલ એન્ડ શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં શોર્ટ ફિલ્મ અને રીલ એમ બે કેટેગરી છે. બંને કેટેગરીમાં શ્રેષ્ઠ કૃતિઓને રોકડ ઈનામ આપવામાં આવશે. સ્પર્ધા માટે ₹12 લાખનું ઈનામ ભંડોળ રાખવામાં આવ્યું છે. સ્પર્ધાનો હેતુ માત્ર નશાના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો નથી, પરંતુ નશાની લતનો ભોગ બનેલા લોકોને પુનર્વસન અને સારવાર દ્વારા સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી સામે કાયદાકીય જોગવાઈઓ, નશાનાં પ્રારંભિક સંકેતો અને સમાજની જવાબદારી જેવા મુદ્દાઓને સર્જનાત્મક રીતે રજૂ કરી શકાશે. ડ્રગ્સના નુકસાનથી લઈને પુનર્વસન સુધીના વિષયો સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓ ડ્રગ્સના શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન, નશાની લતમાંથી મુક્તિ મેળવવાની સારવાર અને પુનર્વસન, નાર્કોટિક્સ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી અંગે જાણ કરવાની જવાબદારી તથા નશાની શરૂઆતનાં ચેતવણીરૂપ સંકેતો જેવા વિષયો પર ફિલ્મ કે રીલ બનાવી શકશે. આ ઉપરાંત નશાની લતનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ, પરિવારની ભૂમિકા, યુવાનોમાં જાગૃતિ, સમાજની ભાગીદારી અને ડ્રગ્સના કારણે થતા આર્થિક નુકસાન જેવા મુદ્દાઓને પણ આવરી લઈ શકાશે. દેશભરમાંથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે આ સ્પર્ધા દેશભરના નાગરિકો માટે ખુલ્લી છે. વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, ફિલ્મમેકર્સ, ડિઝાઇનર્સ, સંગીતકારો, NGO, એજન્સીઓ અને સામાન્ય નાગરિકો વ્યક્તિગત રીતે અથવા ટીમ બનાવીને ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રીલ કે ફિલ્મ તૈયાર કરવી પડશે સ્પર્ધા માટે માત્ર ગુજરાતી અથવા હિન્દી ભાષામાં તૈયાર કરેલી કૃતિઓ જ સ્વીકારવામાં આવશે. દરેક સ્પર્ધક વધુમાં વધુ ત્રણ એન્ટ્રી મોકલી શકશે. કૃતિ પોતાની મૂળ અને તથ્ય આધારિત હોવી જોઈએ. નશાના સેવન કે ગેરકાયદે હેરાફેરીનું મહિમામંડન કરતી, ભ્રામક માહિતી આપતી અથવા કૉપિરાઇટના નિયમોનું ઉલ્લંઘન કરતી કૃતિઓને સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં એન્ટ્રી મોકલવાની રહેશે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પોસ્ટરમાં દર્શાવેલી માહિતી અનુસાર એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર, 2026 છે. https://forms.gle/h69jpPvM6q6sWysDA આ લિંક પરથી સ્પર્ધકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. વધુ માહિતી માટે awareness.antf@gmail.com પર ઈમેઇલ કરી શકાશે. સ્પર્ધકોની કૃતિઓનું મૂલ્યાંકન સંદેશની સ્પષ્ટતા, વિષય સાથેની સુસંગતતા, સર્જનાત્મકતા, તથ્યની ચોકસાઈ, જનજાગૃતિ પર થતી અસર અને ટેક્નિકલ ગુણવત્તાના આધારે કરવામાં આવશે. શોર્ટ ફિલ્મ અને રીલ માટે અલગ-અલગ જજિંગ કમિટી બનાવવામાં આવશે. પસંદ થયેલી ફિલ્મ કે રીલનો ઉપયોગ જનજાગૃતિના કાર્યક્રમોમાં થશે ANTF દ્વારા પસંદ કરાયેલી કૃતિઓનો ઉપયોગ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સોશિયલ મીડિયા, ડિજિટલ અભિયાનો અને જાહેર જનજાગૃતિના કાર્યક્રમોમાં કરવામાં આવી શકે છે. સ્પર્ધા દ્વારા યુવાનો અને સર્જકોને નશામુક્ત ગુજરાતના સંદેશને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાની તક મળશે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વિશે ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી, ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર અંકુશ મેળવવા માટે રચવામાં આવેલી વિશેષ પોલીસ ટાસ્ક ફોર્સ એટલે ANTF. કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રગ્સ વિરોધી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાની પહેલ કરવામાં આવી હતી. ગુજરાતમાં અગાઉ કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ સશક્ત બનાવીને 25 ઓગસ્ટ, 2025ના રોજ CID ક્રાઇમ હેઠળ સંપૂર્ણ વિભાગ તરીકે ANTFની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે રાજ્યમાં છ ઝોનલ કચેરી સ્થાપવા અને અધિકારીઓ-કર્મચારીઓની સંખ્યા વધારવાની જોગવાઈ કરવામાં આવી હતી. ANTFનું મુખ્ય કામ ડ્રગ્સના નેટવર્ક અને ડ્રગ્સ માફિયાઓની માહિતી એકત્રિત કરવી, ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડવા, માદક પદાર્થો જપ્ત કરવા, આરોપીઓની ધરપકડ કરવી અને ડ્રગ્સના સપ્લાય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું છે. આ ઉપરાંત, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તથા અન્ય તપાસ એજન્સીઓ સાથે સંકલન કરીને રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપારને અટકાવવા અને યુવાનોને નશાના દુષણથી બચાવવા માટે પણ ANTF કામગીરી કરે છે.
    Click here to Read More
    Previous Article
    PMAYમાં સસ્તુ મકાન લેવાની લાલચમાં દૂધ વેપારીએ ₹17.75 લાખ ગુમાવ્યાં:બોગસ દસ્તાવેજો અને સબ રજિસ્ટ્રાર કચેરીના નકલી સીલ બનાવી છેતરપિંડી કરનાર જીલ બારોટ સામે ગુનો દાખલ
    Next Article
    નારોલમાં મહિલાએ નોકરીની ના પાડતાં યુવકે અદાવત રાખી:પરિણીતાના પતિને કોલ કરી ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો લગ્નજીવન તોડવાનો પ્રયાસ; ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment