Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMAYમાં સસ્તુ મકાન લેવાની લાલચમાં દૂધ વેપારીએ ₹17.75 લાખ ગુમાવ્યાં:બોગસ દસ્તાવેજો અને સબ રજિસ્ટ્રાર કચેરીના નકલી સીલ બનાવી છેતરપિંડી કરનાર જીલ બારોટ સામે ગુનો દાખલ

    1 day ago

    વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ સસ્તા ભાવે મકાન અપાવવાની લાલચ આપીને દૂધના વેપારી સાથે રૂ. 17.75 લાખની છેતરપિંડી થઈ છે. આરોપીએ સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ સીલ અને નકલી દસ્તાવેજો બનાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. નાણાં પરત માગતાં આપેલા ચેક પણ બેંકમાંથી બાઉન્સ થતાં આખરે કપુરાઈ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. બે આવાસ બતાવી રૂ. 22 લાખમાં સોદો નક્કી કર્યો ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અને ડભોઈ રોડ પર બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવતા સુરેશભાઈ ગુપ્તાને ખટંબા અર્બન રેસિડેન્સીમાં મકાન લેવું હતું. દરમિયાન સેવાસી રોડ પર રહેતા જીલ અશોકકુમાર બારોટનો સંપર્ક થયો હતો, જેણે આવાસ યોજનામાં કામ કરાવતો હોવાનું જણાવ્યું હતું. જીલ બારોટે બે મકાન બતાવી મકાન દીઠ રૂ. 11 લાખ લેખે કુલ રૂ. 22 લાખમાં સોદો નક્કી કર્યો હતો અને ફેબ્રુઆરી 2026 માં ટોકન પેટે રૂ. 7 લાખ મેળવ્યા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીની નકલી પહોંચ આપી, ચેક પણ બાઉન્સ થયા ત્યારબાદ અવારનવાર RTGS મારફતે રકમ મેળવી આરોપીએ રૂ. 17.75 લાખ પડાવી લીધા હતા. બાદમાં મકાન રજિસ્ટર થઈ ગયાનું જણાવી સમા સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ સીલવાળી પહોંચો આપી હતી. સુરેશભાઈએ કચેરીએ રૂબરૂ તપાસ કરતાં તમામ કાગળો નકલી હોવાનું ખૂલ્યું હતું. છેતરપિંડીનો પર્દાફાશ થતાં પરત આપેલા રૂ. 11 લાખ અને રૂ. 6.75 લાખના ચેક પણ બેંકમાંથી રિટર્ન થયા હતા. વેપારીની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે આરોપી સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગજડીમાં ખોટી વાતો ફેલાવવાના વહેમમાં ખેડૂત પર હુમલો:મધરાતે બોલેરોમાં આવેલા બે શખ્સોએ દાતરડા-લાકડીથી માર મારી ઘાયલ કર્યા, પોલીસ ફરિયાદ
    Next Article
    રીલ કે શોર્ટ ફિલ્મ બનાવો અને જીતો ₹2.50 લાખનું ઈનામ:નશામુક્ત ગુજરાત બનાવવા ANTFની જાહેરાત, જાણો સ્પર્ધાની A TO Z માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment