Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગજડીમાં ખોટી વાતો ફેલાવવાના વહેમમાં ખેડૂત પર હુમલો:મધરાતે બોલેરોમાં આવેલા બે શખ્સોએ દાતરડા-લાકડીથી માર મારી ઘાયલ કર્યા, પોલીસ ફરિયાદ

    1 day ago

    ટંકારાના ગજડી ગામમાં ખોટી વાતો ફેલાવવાના વહેમમાં એક ખેડૂત પર હુમલો થયો છે. બે શખ્સોએ ખેડૂત રમેશભાઈ ડાંગરને દાતરડા અને લાકડીથી માર માર્યો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 14 ઓક્ટોબરની રાત્રે ગજડી ગામના હકાભાઈ જારિયા અને ભુવાભાઈ કોળી બોલેરો ગાડી લઈને રમેશભાઈના ઘરે પહોંચ્યા હતા. ગામમાં ખોટી વાતો ફેલાવવાના વહેમમાં તેમણે રમેશભાઈને ગાળો આપી હુમલો કર્યો. હુમલા દરમિયાન હકાભાઈએ દાતરડાથી રમેશભાઈના ડાબા પગમાં માર માર્યો હતો. ભુવાભાઈએ લાકડીથી તેમની પીઠ પર હુમલો કર્યો. બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા. ઘાયલ રમેશભાઈને ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ. તેમના ડાબા પગમાં ચાર ટાંકા આવ્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટની કલમો હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટી- AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો:કેટલાક લોકોએ નારેબાજી કરી; દીપકેએ કહ્યું- જ્ઞાનેશ કુમારને બચાવવા માટે તિરંગો ફરકાવવો પણ અપરાધ બનાવ્યો
    Next Article
    PMAYમાં સસ્તુ મકાન લેવાની લાલચમાં દૂધ વેપારીએ ₹17.75 લાખ ગુમાવ્યાં:બોગસ દસ્તાવેજો અને સબ રજિસ્ટ્રાર કચેરીના નકલી સીલ બનાવી છેતરપિંડી કરનાર જીલ બારોટ સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment