Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મા દુર્ગાની દૂત બની સુરક્ષા કરશે 'SHE ટીમ':40 પોલીસ સ્ટેશનની શી-ટીમ ઉપરાંત 6 એક્સ્ટ્રા સ્ક્વોડ મેદાનમાં ઉતરી, 'દીકરીઓને રિસ્પેક્ટ આપજો': ACP મિની જોસેફ

    13 hours ago

    સુરતમાં નવરાત્રી પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે, ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસની 'શી ટીમ' મા દુર્ગાની દૂત બનીને નવરાત્રી આયોજનોમાં ફરજ બજાવશે. મહિલા પોલીસ સેલના ACP મિની જોસેફે ગરબામાં રોમિયોગીરી કરતા તત્વોને આકરી ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "દીકરીઓ સુરક્ષિત મહેસુસ કરે એવું વર્તન કરજો. નહીંતો શી ટીમ ઓન મૂડમાં છે જ." સુરત પોલીસનો આ નવતર અભિગમ નવરાત્રીમાં દીકરીઓને સંપૂર્ણપણે સેફ ફીલ કરાવવા માટેનો છે. હાથમાં ડંડાની જગ્યાએ રણકશે બંગડીઓ, ગરબામાં ભળી જશે પોલીસ આમ તો આખા વર્ષ દરમિયાન ખાખી વર્દીમાં લોકોની સુરક્ષા કરનાર મહિલા પોલીસકર્મીઓ નવરાત્રીમાં પરંપરાગત પરિવેશમાં જોવા મળશે. જે હાથમાં સામાન્ય રીતે પોલીસના ડંડા જોવા મળે છે, એ જ હાથમાં નવરાત્રી દરમિયાન બંગડીઓ રણકતી જોવા મળશે. 'શી ટીમ'ની મહિલા કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે એવી રીતે ગરબા રમતી હશે કે રોમિયોગીરી કરનાર લોકોને ખબર જ નહીં પડે કે તેમની વચ્ચે જ પોલીસ તેમની હિલચાલ પર નજર રાખી રહી છે. આ વર્ષે સુરક્ષામાં વધારો, 6 નવી એક્સ્ટ્રા ટીમ મેદાનમાં આ વખતે શહેરમાં ગરબા આયોજનો વધવાના કારણે 'શી ટીમ'નું સંખ્યાબળ પણ વધારી દેવામાં આવ્યું છે. ACP મિની જોસેફના જણાવ્યા અનુસાર, દર વર્ષે 40 પોલીસ સ્ટેશનો પૈકી 36 શી ટીમો કાર્યરત રહેતી હતી. પરંતુ આ વખતે હેડક્વાર્ટર અને કંટ્રોલ રૂમમાંથી બીજી છ એક્સ્ટ્રા ટીમ બનાવવામાં આવી છે. આ છ ટીમનું સુપરવિઝન PI લેવલના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં AHTU ના PI, મિસિંગ સેલના PI, IUCAW ના PI અને PSI કાર્યરત રહેશે. ગરબા આયોજન જ નહીં, અવાવરું રસ્તાઓ પર પણ ચાંપતી નજર 'શી ટીમ' માત્ર નવરાત્રીના કોમર્શિયલ આયોજનો કે શેરી ગરબા પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ શહેરના રોડ રસ્તાઓ પર પણ તેમની ચાંપતી નજર રહેશે. ખાસ કરીને અલગથી જે નવી ટીમો બની છે તે અવાવરું જગ્યાઓએ પેટ્રોલિંગ કરશે. જેથી કોઈ પણ સ્ત્રી, છોકરી કે દીકરીને આવતા-જતા રસ્તામાં કોઈ અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય અને કોઈ પણ છેડતીના ઇન્સિડન્ટનો સામનો ના કરવો પડે. જ્યારે લોકલ પોલીસ સ્ટેશનની શી ટીમ ગરબાની અંદર જઈને સુરક્ષા પૂરી પાડશે. મા અંબાની આરાધના કરજો, આજુબાજુની દીકરીઓને રિસ્પેક્ટ આપજો: મિની જોસેફ રોમિયોગીરી કરતા તત્વોને ચેતવણી આપતા ACP મિની જોસેફે પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, "અમે ચેતવણી એટલી જ આપીશું કે મા અંબાની આરાધના કરજો. પરંતુ એ મા અંબાના શક્તિ રૂપે જે આપણી આજુબાજુ જે દીકરીઓ છે એમને રિસ્પેક્ટ આપજો. અને એમને એ દીકરીઓ સુરક્ષિત મહેસુસ કરે એવું વર્તન કરજો. નહીંતો શી ટીમ ઓન મૂડમાં છે જ." સુરત પોલીસની આ કડક વ્યવસ્થાથી નવરાત્રીમાં દીકરીઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકશે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરમાં રાજકોટ બેંકના સ્થાપના દિવસે 45 લોકોએ રક્તદાન કર્યું:કલ્પેંદુભાઈ મહેતાએ 58મી વખત રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી
    Next Article
    વુમન્સ ક્લબ દ્વારા ‘નાઇટ બિફોર નવરાત્રી’ ગરબાનું આયોજન:મહિલાઓએ રંગબેરંગી ચણિયાચોળીમાં ગરબે ઘૂમી ઉત્સવની ઉજવણી કરી, નિર્ણાયકોનું સન્માન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment