Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ ક્લબ દ્વારા ‘નાઇટ બિફોર નવરાત્રી’ ગરબાનું આયોજન:મહિલાઓએ રંગબેરંગી ચણિયાચોળીમાં ગરબે ઘૂમી ઉત્સવની ઉજવણી કરી, નિર્ણાયકોનું સન્માન થયું

    13 hours ago

    સુરેન્દ્રનગરમાં નવરાત્રીના આગમનને વધાવવા 9 ઑક્ટોબરે હોટેલ બેલેવીઆ ખાતે જીજ્ઞાબેન પંડ્યા અને વુમન્સ ક્લબ દ્વારા ‘નાઇટ બિફોર નવરાત્રી’ ગરબા કાર્યક્રમ યોજાયો. મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. રંગબેરંગી ચણિયાચોળીમાં સજ્જ મહિલાઓએ સંગીતના સૂર અને ગરબાના તાલ સાથે ઉત્સવ જેવો માહોલ બનાવ્યો. તેમણે ગરબાની રમઝટ બોલાવી નવરાત્રીના આગમનની ખુશી વ્યક્ત કરી. કાર્યક્રમના નિર્ણાયક મીનાક્ષીબેન ગવાનડે, ઇન્ફ્લુએન્સર હીર વારલાની અને ભરતનાટ્યમ ગુરુ કિંજલબેન દવેનું સન્માન કરાયું. ક્વીન, બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ ગરબા જેવી વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ. વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહન અપાયું. આ કાર્યક્રમથી મહિલાઓને પોતાની કળા અને ગરબાની પ્રતિભા રજૂ કરવાની તક મળી. ગુજરાતી સંસ્કૃતિ અને નવરાત્રીની પરંપરાને ઉજાગર કરવાનો આ સુંદર પ્રયાસ હતો.
    Click here to Read More
    Previous Article
    મા દુર્ગાની દૂત બની સુરક્ષા કરશે 'SHE ટીમ':40 પોલીસ સ્ટેશનની શી-ટીમ ઉપરાંત 6 એક્સ્ટ્રા સ્ક્વોડ મેદાનમાં ઉતરી, 'દીકરીઓને રિસ્પેક્ટ આપજો': ACP મિની જોસેફ
    Next Article
    મોરબીમાં 'નો તિલક નો એન્ટ્રી' ગોકુલ નવરાત્રીનું પહેલીવાર આયોજન:વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે ખ્યાતનામ સિંગરો સાથે ભવ્ય મહોત્સવ, 20 વીઘામાં વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment