Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGVP ગુરુકુલ મેમનગરમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:જ્ઞાનસત્ર-50 પ્રસંગે ધ્વજવંદન સાથે વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજાયા

    9 hours ago

    SGVP અમદાવાદ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત જ્ઞાનસત્ર–50 પ્રસંગે 15મી ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર ગુરુકુલ કેમ્પસમાં રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયો હતો અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના ગુંજતા સ્વરોથી વાતાવરણ દેશભક્તિથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના ઉદ્દબોધનમાં 'આઝાદ ભારતથી આત્મનિર્ભર ભારત'ની યાત્રામાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી શક્તિ તેની યુવા શક્તિ છે. જ્ઞાન, સંશોધન, નવીનતા અને પરિશ્રમના બળે યુવાનો ભારતને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવી શકે છે. ગુરુકુલનું કાર્ય યુવાનોને શિક્ષણની સાથે સંસ્કાર, રાષ્ટ્રભાવના અને જવાબદારીની ભાવના આપવાનું છે. સ્વામીજીએ યુવાનોને આહ્વાન કરતાં કહ્યું કે, "દરેક યુવાનના હૃદયમાં દેશપ્રેમ, દરેક હાથમાં કૌશલ્ય અને દરેક મનમાં રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ હોય—એવું ભારત બનાવવાનું છે." આત્મનિર્ભર, સમૃદ્ધ, સંસ્કારી અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે. આ પ્રસંગે દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીર શહીદો અને મહાપુરુષોને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા પાઇપ બેન્ડ, દેશભક્તિ સમૂહગીત, પરેડ, ડમ્બેલ્સ, બોમ્બે પી.ટી., યોગાસન અને વેવ્સ સહિતની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત, 'સરદાર ઉધમસિંહ' નાટક તેમજ 'સરફરોશી કી તમન્ના' આધારિત દેશભક્તિ નાટક સહિતની રજૂઆતોને ઉપસ્થિત દેશ-વિદેશના હરિભક્તોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ તથા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરેડમાં ભાગ લઈને શિસ્ત, એકતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની દેશભક્તિપૂર્ણ રજૂઆતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. સંસ્થાના સંચાલકો અને સેવકોએ કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજનમાં સહભાગી બની તેને સફળ બનાવ્યો હતો. આ ઉજવણી શહીદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રસેવા, દેશપ્રેમ અને સંસ્કાર સાથે નવા ભારતના નિર્માણનો સંકલ્પ કરાવતો અવસર બની હતી. SGVP ગુરુકુલ મેમનગરમાં ગુંજેલા દેશભક્તિના સ્વરો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતો સાથે 80મો સ્વાતંત્ર્ય દિવસ સૌ માટે નવી ઊર્જા, નવી આશા અને રાષ્ટ્રનિર્માણની નવી પ્રેરણા લઈને આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યાં:નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
    Next Article
    લંડન કુમકુમ મંદિરમાં ત્રિરંગા શણગાર:સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભગવાનને હિંડોળા ઝુલાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment