Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડન કુમકુમ મંદિરમાં ત્રિરંગા શણગાર:સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભગવાનને હિંડોળા ઝુલાવાયા

    8 hours ago

    લંડન, યુકે સ્થિત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા પર્વ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાના શણગાર કરવામાં આવ્યા હતા અને ત્રિરંગાના હિંડોળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામી બાપાને ઝુલાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સંતો અને હરિભક્તોએ 'જન ગણ મન' ગીત ગાઈને ભારત દેશને સલામી આપી હતી. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુરોપમાં વસતા ભારતીય યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ વધુ જાગૃત થાય તેવા હેતુથી મંદિરમાં ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો અને ભગવાનને ત્રિરંગાના હિંડોળા પણ અર્પણ કરાયા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ ૧૫મી ઓગસ્ટના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને લાખો ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા હતા. સરહદ પરના જવાનોને કારણે આપણે સુરક્ષિત છીએ, અને આ તમામ દેશભક્તોને શત શત નમન. તેમણે ઉમેર્યું કે, દેશ માટે જીવીને કંઈક કરી બતાવવું એ જ સાચી દેશભક્તિ છે. દેશની આન, શાન અને બાન વધારવા માટે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    SGVP ગુરુકુલ મેમનગરમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:જ્ઞાનસત્ર-50 પ્રસંગે ધ્વજવંદન સાથે વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજાયા
    Next Article
    PM Modi Devendra Fadnavis Meeting: BJP में नितिन की नई टीम तैयार, PM से क्यों मिले CM फडणवीस?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment