Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યાં:નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

    10 hours ago

    ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલા ઝાડેશ્વર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ નર્મદા સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે ભગવાન શિવનો દરરોજ વિશેષ શણગાર કરાઈ છે. આ અલૌકિક શણગારના દર્શન કરવા તેમજ ફોટોગ્રાફી કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શિવભક્તો અહીં દર્શન માટે પહોંચે છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. મંદિરના નિર્માણ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ યોગીરાજ યાજ્ઞિકજી દ્વારા આ પવિત્ર સ્થળના વિકાસ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. તેમના નિધન બાદ અધૂરું કાર્ય પૂર્ણ કરવા વર્ષ 1981માં સંત સાવલી વાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને માત્ર 12 મહિનામાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું હતું. નર્મદા પરિક્રમા કરતા સાધુ-સંતો અને પરિક્રમાવાસીઓ માટે પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશ્રયસ્થાન સમાન છે. મંદિર પરિવાર દ્વારા પરિક્રમાવાસીઓ માટે રહેવા તથા ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન બાદ મહાદેવના દર્શન માટે પહોંચતા હોવાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠે છે.
    Click here to Read More
    Previous Article
    વિસલપુર હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:સ્કૂલની SSC ટોપર નિકિતા સાંકોડિયાએ ધ્વજવંદન કર્યું
    Next Article
    SGVP ગુરુકુલ મેમનગરમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:જ્ઞાનસત્ર-50 પ્રસંગે ધ્વજવંદન સાથે વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment