Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસલપુર હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:સ્કૂલની SSC ટોપર નિકિતા સાંકોડિયાએ ધ્વજવંદન કર્યું

    11 घंटे पहले

    વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે SSCમાં 90.47% ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીની નિકિતા દિલીપભાઈ સાંકોડિયાના હસ્તે ધ્વજવંદન કરાયું. શાળાના આચાર્ય દિલીપસિંહ ચૌહાણે મુખ્ય મહેમાન અને અન્ય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું. મંડળના પ્રમુખ ધીરેશભાઈ શાહે મુખ્ય મહેમાન વિદ્યાર્થીની નિકિતાનું પુસ્તક આપી સન્માન કર્યું. પ્રમુખે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી અને શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ઉત્કૃષ્ટ પરિણામ બદલ પ્રશંસા કરી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વ. ભગવતભાઈ ભીખાભાઈ પટેલ ટ્રોફી, સ્વ. ભીખાભાઈ ગોવિંદભાઈ પટેલ ટ્રોફી તેમજ વિસલપુર કેળવણી મંડળ અને કારોબારી ટ્રસ્ટી ચંદુભાઈ પટેલ દ્વારા રોકડ રકમ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. આ પ્રસંગે બાલવાડીના ભૂલકાઓ, ધોરણ 3 થી 5, 6 થી 8 અને 9 થી 11ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પિરામિડ બનાવી ઉપસ્થિત સૌને રોમાંચિત કર્યા. કાર્યક્રમના અંતે અલ્પેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીતાબેન પટેલે કર્યું હતું. શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં નાગપંચમીએ રાજપરિવારે ભુજંગ દેવની પૂજા કરી:સદીઓ જૂની પરંપરા મુજબ ભુજિયા ડુંગર પર પૂજન કરાયું
    Next Article
    ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યાં:નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment