Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં નાગપંચમીએ રાજપરિવારે ભુજંગ દેવની પૂજા કરી:સદીઓ જૂની પરંપરા મુજબ ભુજિયા ડુંગર પર પૂજન કરાયું

    12 hours ago

    નાગપંચમી પર્વે ભુજ શહેરમાં સદીઓ જૂની રાજપરંપરા મુજબ ભુજંગ દેવની પૂજા કરવામાં આવી હતી. ટીલામેડી દરબારગઢથી પરંપરાગત શાહી સવારી ભુજિયા ડુંગર પર આવેલા ભુજંગદેવના મંદિરે પહોંચી હતી. ૨૯૬ વર્ષથી વધુ સમયથી જળવાઈ રહેલી આ પરંપરામાં આ વર્ષે મહારાણી પ્રિતી દેવી સાહેબાની સૂચનાથી કુંવર ઇન્દ્રજીતસિંહજીએ પૂજાવિધિ સંપન્ન કરી હતી. સવારે ૯ વાગ્યે રાજપરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો અને ભાયાતો ટીલામેડી દરબારગઢ ખાતે એકત્ર થયા હતા. અહીં કચ્છના અંતિમ મહારાવ સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ સૌએ મા મહામાયાના મંદિરે દર્શન કરી ભુજિયા ડુંગર તરફ પ્રસ્થાન કર્યું હતું. શાહી સવારી ભુજિયા ડુંગર પર પહોંચી હતી. ભુજંગદેવના મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ભુજંગદેવ દાદાનું નાગપંચમીનું પૂજન ડુંગર પર આવેલા નીચેના મંદિરે જ કરવામાં આવે છે.આ ધાર્મિક પ્રસંગે તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી સહપરિવાર, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના નગરપતિ શિતલભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો, રાજપરિવારના સભ્યો, કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો તથા ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા. મહારાણી પ્રિતી દેવીએ નાગપંચમી અને શ્રાવણ માસથી શરૂ થતા તહેવારો નિમિત્તે સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આવનાર વર્ષ કચ્છ માટે સારું રહે, પૂરતો વરસાદ થાય અને સમગ્ર પ્રદેશમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માતાજી તથા ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.સમગ્ર પૂજનવિધિ શાસ્ત્રી તેજશ જેથી દ્વારા કરાવવામાં આવી હતી, જ્યારે ભુજંગદેવ મંદિરના પૂજારી હીરુભાઈ સંજોટે ધાર્મિક વિધિમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ કર્મચારીઓનો પણ સહકાર મળ્યો હતો. ટ્રસ્ટ દ્વારા મંદિરના પૂજારી અને પોલીસ કર્મચારીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો હતો. નાગપંચમીના આ પ્રસંગે ભુજમાં ધાર્મિક શ્રદ્ધા સાથે કચ્છની ઐતિહાસિક રાજપરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડસ યુનિવર્સિટીમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:એર કોમોડોર રાજનીશ વર્માએ ધ્વજવંદન કર્યું
    Next Article
    વિસલપુર હાઈસ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:સ્કૂલની SSC ટોપર નિકિતા સાંકોડિયાએ ધ્વજવંદન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment