Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડસ યુનિવર્સિટીમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:એર કોમોડોર રાજનીશ વર્માએ ધ્વજવંદન કર્યું

    13 hours ago

    ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી અને ડૉ. રિતુ ભંડારી, તેમજ વાઇસ પ્રેસિડેન્ટ મિસ રાધિકા ભંડારી હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ એર કોમોડોર રાજનીશ વર્મા (નિવૃત્ત) દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. NCC કેડેટ્સ દ્વારા નિરીક્ષણ, પરેડ અને NCC ગીત રજૂ કરાયું. ઇન્ડસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પ્રોફે. (ડૉ.) સંદીપ ચક્રવર્તી અને ગેસ્ટ ઑફ ઑનર શ્રી કમલેશ મહેતા, CEO, Citizen Industries દ્વારા સંબોધન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ એર કોમોડોર રાજનીશ વર્માએ પણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રસેવા અને જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે Best Research Award, Young Researcher Award અને Best Innovative Student Project Award એનાયત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ નૃત્ય અને સંગીત રજૂ કર્યા. રોટરેક્ટ ક્લબ ઓફ ઇન્ડસ યુનિવર્સિટી (RCIU) દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાના ક્ષુધાપૂર્તિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમના અંતે ભારત માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને રાષ્ટ્રીય ગીત સાથે સમાપન થયું. ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સક્રિય ભાગીદારી રહી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના ભાસરિયા ચોકડી પાસે ડમ્પરે સ્વિફ્ટ કારને અડફેટે લીધી:કારને ₹50 હજારનું નુકસાન, લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
    Next Article
    ભુજમાં નાગપંચમીએ રાજપરિવારે ભુજંગ દેવની પૂજા કરી:સદીઓ જૂની પરંપરા મુજબ ભુજિયા ડુંગર પર પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment