Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGVP ગુરુકુલ દ્રોણેશ્વરમાં સામૂહિક રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ બાંધ્યા રક્ષાસૂત્ર:ગીરસોમનાથના SGVP ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે એકતા અને સ્નેહનો સંદેશ અપાયો

    13 hours ago

    ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકા સ્થિત SGVP ગુરુકુલ દ્રોણેશ્વર આરડી વરસાણી કુમાર-કન્યા વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે 1500 દીકરા-દીકરીઓએ એકબીજાને રક્ષાસૂત્ર બાંધી ભાઈચારો, એકતા, પરસ્પર સ્નેહ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. આ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયો હતો. વિદ્યાર્થીનીઓએ ભાલમાં ચાંદલો કરી, ઓવારણા લઈને રક્ષાસૂત્ર બાંધ્યા હતા. આ પ્રસંગે સૌએ એકબીજાની સુરક્ષા, સન્માન, સહકાર અને સ્નેહ જાળવવાનો સંકલ્પ કર્યો હતો. આ ઉજવણી દરમિયાન ‘આપણે સૌ એક પરિવાર છીએ’ની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી. રક્ષાસૂત્ર માત્ર કાંડા પર નહીં, પરંતુ હૃદયોને જોડતું સ્નેહસૂત્ર બન્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘સ્નેહથી સંબંધો જોડીએ, એકતાથી સમાજ ઘડીએ અને સંસ્કારોથી રાષ્ટ્રને મજબૂત બનાવીએ’ તેવો સંદેશ પણ અપાયો હતો. SGVP ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે યોજાયેલ આ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ સંસ્કારસભર શિક્ષણ અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'માછલી ખાવાની ના પાડે, નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખે':રમઝાનમાં દારૂની દુકાન બંધ કરાવો; સુરતમાં ફિશ માર્કેટના નામ વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી
    Next Article
    વિસલપુર હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ રાખડી બાંધી, ભાઈ-બહેનના સંબંધો ઉજાગર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment