Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માછલી ખાવાની ના પાડે, નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખે':રમઝાનમાં દારૂની દુકાન બંધ કરાવો; સુરતમાં ફિશ માર્કેટના નામ વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી

    15 hours ago

    'આ લોકો માછલી ખાવાની ના પાડે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ફિશ માર્કેટ તૈયાર થાય તો તેનું નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખવામાં આવે છે, તેઓ ગલ નાખીને અમને પકડવા આવ્યા હતા અને પોતે જ પકડાઈ ગયા.' આ શબ્દો છે AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના. સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડના ખર્ચે મનપાએ તૈયાર થયેલી ફિશ માર્કેટને કોઈ પણ ઠરાવ વિના 24 ઓગસ્ટે 'શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ' નામ આપવામાં આવ્યું હતું. જો કે બાદમાં વિવાદ વધતા 25 ઓગસ્ટે આ નામને સફેદ કવરથી ઢાંકી દેવાયું હતું. ત્યારે હવે અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદની સભાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આ મુદ્દે કટાક્ષ કર્યો હતો. 'નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ' નામ પર કટાક્ષ ઓવૈસીએ કહ્યું કે, 'કુદરતનો ખેલ તો જુઓ, સુરતમાં ₹ 3 કરોડ મોદી સરકારે આપ્યા અને ₹3 કરોડ ગુજરાત સરકારે આપ્યા. આમ ₹6 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી મત્સ્ય યોજના હેઠળ મચ્છી માર્કેટ બની ગઈ. આ હસવાની વાત નથી, સાચું છે કે માર્કેટવાળાઓએ તેનું નામ 'નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ' રાખી દીધું! વધુમાં આક્ષેપ કર્યો કે એક તરફ લોકોને ખાનપાન મુદ્દે રોકવામાં આવે છે અને બીજી તરફ પીએમ મોદીના નામે જ ફિશ માર્કેટનું નામકરણ કરવામાં આવી રહ્યું છે.' 2018થી વિલંબમાં પડેલો પ્રોજેક્ટ અચાનક વિવાદમાં સપડાયો આ ફિશ માર્કેટનો ઇતિહાસ પણ વિવાદમાં છે. મનપાના સત્તાવાર બજેટ દસ્તાવેજોમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ ‘Construction of fish market at Lakkadkot near Nanpura in Central Zone’ તરીકે કરાયો હતો. વર્ષ 2018માં કામગીરી શરૂ થયા બાદ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના વાંધાને કારણે 2020માં બાંધકામ અટકી પડ્યું હતું. ત્યારબાદ રિવાઇઝ્ડ NOC મેળવી કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ સાથે માર્કેટ તૈયાર થયું હતું. બીફ એક્સપોર્ટ પર સવાલ ઉઠાવ્યા ઓવૈસીએ લોકોની ખાણીપીણીની પસંદગી અંગે કહ્યું હતું કે, 'અરે હું માછલી ખાઉં છું, માંસ ખાઉં છું, કોઈ ડુક્કર ખાય છે તો કોઈ નથી ખાતું, તમને શું તકલીફ થાય છે ભાઈ? તમે ના ખાઓ પણ હું કેમ ના ખાઉં.' આ સાથે જ તેમણે નિકાસ નીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, આખી દુનિયામાં ભારતમાંથી સૌથી વધુ બીફ એક્સપોર્ટ થઈ રહ્યું છે અને ટપાટપ ડોલર આવી રહ્યા છે, જો માંસ-માછલી ખાવા પર રોક લગાવવી હોય તો બીફ એક્સપોર્ટ પણ બંધ કરવું જોઈએ. દારૂબંધી અને રમઝાન માસ અંગે માંગણી ભાષણના અંતે ઓવૈસીએ પવિત્ર રમઝાન માસનો ઉલ્લેખ કરીને સરકાર સમક્ષ દારૂની દુકાનો બંધ કરાવવાની માગણી મૂકી હતી. કટાક્ષમાં કહ્યું કે, જો તમે માંસ-મટન પર રોક લગાવતા હોવ તો રમઝાનના 30 દિવસ અમારી પણ લાજ રાખી લો. જ્યાં દારૂ વેચાય છે તેવી તમામ દુકાનોને 30 દિવસ માટે બંધ કરાવો. જો પૂરા 30 દિવસ શક્ય ન હોય તો રમઝાનના છેલ્લા છેલ્લા 10 દિવસ પૂરતી તો બંધ કરાવો, પછી ભલે તમે ફરીથી શરૂ કરી દો.
    Click here to Read More
    Previous Article
    કસ્તુરબા વિદ્યાભવનમાં રાખડી સ્પર્ધા યોજાઈ:રક્ષાબંધન પર્વ નિમિત્તે 80 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    SGVP ગુરુકુલ દ્રોણેશ્વરમાં સામૂહિક રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ બાંધ્યા રક્ષાસૂત્ર:ગીરસોમનાથના SGVP ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે એકતા અને સ્નેહનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment