Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વોકેથોન યોજાઈ:રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારીનો સંદેશ અપાયો

    1 day ago

    અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારી જગાડવાનો હતો, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને તિલાંજલી, ઊર્જા બચત અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રાષ્ટ્રભક્તિ સભર વોકેથોનનો પ્રારંભ સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી થયો હતો. ત્યાંથી સહભાગીઓનો પ્રવાહ ફોરવર્ડ સર્કલ અને નાગનાથ મંદિર થઈને રાજકમલ ચોક સુધી પહોંચ્યો હતો. આ વોકેથોનમાં અમરેલી શહેરની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, રમતવીરો, પોલીસ બેન્ડ સહિતના નવયુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ વોકેથોન દેશ માટે સર્વસ્વ કુરબાન કરનારા અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સામૂહિક માધ્યમ બની હતી. ક્રાંતિવીરોના સપનાના સશક્ત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે, પર્યાવરણને નુકસાનકર્તા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી તિલાંજલી આપવા, ભવિષ્યની પેઢી માટે ઊર્જા બચત કરવા તેમજ સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પ્રસરાવવામાં આવ્યો હતો. આ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી-વોકેથોનમાં અમરેલી શહેર પ્રાંત અધિકારી મહેશ નાકીયા અને જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફૂમકિયા સહિત અનેક નવયુવાનો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Freedom Sale 2026: Best Deals on Home Theatre Systems
    Next Article
    વંથલી નગરપાલિકાનો પોતાની જ ભાજપ સરકાર સામે વિરોધ:​ઓઝતમાં રેતીની લીઝ-બ્લોક સિસ્ટમ સામે 19 સભ્યનો વિરોધ, HCમાં જવા તૈયારી, કોંગ્રેસ નેતાએ કહ્યું-આર્થિક હિત સચવાયા નથી લાગતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment