Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલી નગરપાલિકાનો પોતાની જ ભાજપ સરકાર સામે વિરોધ:​ઓઝતમાં રેતીની લીઝ-બ્લોક સિસ્ટમ સામે 19 સભ્યનો વિરોધ, HCમાં જવા તૈયારી, કોંગ્રેસ નેતાએ કહ્યું-આર્થિક હિત સચવાયા નથી લાગતા

    10 hours ago

    ​​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ઓઝત નદી વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલી નવી રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમની જાહેરાત સામે વંથલી નગરપાલિકાના શાસકોએ જ વિરોધ કર્યો છે. વંથલી નગરપાલિકાના તમામ 19 સભ્યએ એકસૂરે આ નિર્ણયનો વિરોધ કરી બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે. નગરપાલિકાના શાસકોનું કહેવું છે કે, ઓઝત નદીમાં લીઝ આપવાથી શહેરના પીવાના પાણીના કૂવા, ખેડૂતોની સિંચાઈ અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. આથી, સરકારે આ બ્લોક સિસ્ટમ રદ કરવી જોઈએ. આ મુદ્દે રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતાં, નગરપાલિકાએ આખરે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. પાલિકા વતી HCમાં પિટિશન દાખલ કરવાની તૈયારી ​વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે, અમે 20 જુલાઈના રોજ રૂબરૂ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી તેમજ અગ્ર સચિવને રજૂઆત કરી હતી. આ બાબતે અમે સૌ બોર્ડ સભ્યોએ એકત્ર થઈ ઠરાવ પસાર કર્યો છે કે, ઓઝત નદીના આ લીઝના બ્લોક ના-મંજૂર થાય તે માટે આગળની તમામ કાનૂની અને વહીવટી પ્રક્રિયા કરવી. ગામના હિત અને શહેરીજનોની સુખાકારી માટે જે પણ રજૂઆતો કે કાર્યવાહી કરવી પડશે, તે માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. નગરપાલિકાના 19 સદસ્યમાંથી યાશીન અગવાનની નિમણૂંક કરવામાં આવી છે, જેઓ નગરપાલિકા વતી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. '​અગાઉ વંથલી 3 દિવસ બંધ રહ્યું હતું' વંથલી નગરપાલિકાના ભાજપના સદસ્ય અને પાણી સમિતિના ચેરમેન યાશીન અગવાને કહ્યું હતું કે, વર્ષ 2015-16માં પણ ઓઝત વિસ્તારના ડેમ અને કોઝવે વિસ્તારમાં 3 વર્ષ માટે 9.90ની લીઝ મંજૂર કરાઈ હતી. ત્યારે પણ નગરપાલિકા અને ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે વંથલી 3 દિવસ બંધ રહ્યું હતું અને FIR પણ નોંધાઈ હતી. રજૂઆતો બાદ 5 જૂન 2018ના રોજ કલેક્ટરે લીઝ રદ કરી હતી. પરંતુ લીઝધારક હાઈકોર્ટમાંથી મંજૂરી લાવ્યા હોવાથી અત્યાર સુધી કામગીરી ચાલુ રહી હતી. 'વિરોધપક્ષના નેતાઓએ ઠરાવમાં સહી કરવી જોઈએ' યાશીન અગવાને વધુમાં જણાવ્યું હતું કે, હવે સરકારે નવી બ્લોક સિસ્ટમથી જાહેરાત બહાર પાડી છે, જેનો અમારો સખત વિરોધ છે. આ વિસ્તારમાં પીવાના પાણીના કૂવા છે અને સિંચાઈ વિભાગના પણ લીઝ ન આપવા અંગેના નકારાત્મક અહેવાલો છે. રેતી ખનન અને વોકળા ચાલવાથી પીવાનું પાણી ગંદુ આવે છે. આમાં અમારો કોઈ આર્થિક ફાયદો કે સ્વાર્થ નથી, આ માત્ર વંથલી શહેરના હિતનો પ્રશ્ન છે. વિરોધપક્ષના નેતાઓ જો ખરેખર શહેરના હિતમાં સાથે હોય, તો તેમણે પણ આ વિરોધના ઠરાવમાં સહી કરવી જોઈએ. જાહેરમાં ડિબેટ કરવાને બદલે તેઓ અમારી સાથે સરકારમાં રજૂઆત કરવા આવે તો જણાશે કે તેઓ ખરેખર લીઝ બંધ કરાવવાની તરફેણમાં છે. 'પોતાના આર્થિક હિતો ન સચવાતા શાસકો વિરોધ કરે છે' ​બીજી તરફ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સિરાજ વાજાએ જણાવ્યું હતું કે, જેકવેલની બિલકુલ સામે રાત-દિવસ અનધિકૃત રીતે વોકળા ચાલતા હતા અને ડોહળું તથા ઓઈલી પાણી આવતું હતું, ત્યારે નગરપાલિકાના શાસકો કેમ મૌન રહ્યા? અત્યાર સુધી તેમના હિતો સચવાતા હતા. હવે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં જૂની લીઝ પૂર્ણ થઈ રહી છે અને નવી બ્લોક સિસ્ટમના ટેન્ડરિંગ થઈ રહ્યા છે, ત્યારે પોતાના આર્થિક હિતો ન સચવાતા શાસકો વિરોધનો આડંબર કરી રહ્યા છે. સિરાજ વાજાએ શાસકોને પડકાર ફેંક્યો સિરાજ વાજાએ પડકાર ફેંક્યો કે જો, નગરપાલિકાના શાસકો ખરેખર લોકહિતની વાત કરતા હોય તો ઉબણ નદીમાં ભળતા કેમિકલવાળા પાણી કે હજારો વીઘા ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે કેમ કોઈ કાર્યવાહી કરતા નથી? ભાજપ સંચાલિત બોડીએ જ જો પોતાની સરકાર સામે હાઇકોર્ટમાં જવું પડતું હોય, તો તે વહીવટી અજ્ઞાનતા અને શરમજનક બાબત છે. આ મુદ્દે હું કોઈપણ સમયે, તારીખે કે સ્થળે ભાજપના શાસકો સામે જાહેરમાં ડિબેટ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વોકેથોન યોજાઈ:રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારીનો સંદેશ અપાયો
    Next Article
    एनएल चर्चा 435: जेन ज़ी और मीम कल्चर, मेटा ने हटाया प्रधानमंत्री का वीडियो और FCRA विधेयक

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment