Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસલપુર હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ રાખડી બાંધી, ભાઈ-બહેનના સંબંધો ઉજાગર કર્યા

    12 hours ago

    વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રક્ષાબંધન સ્પેશિયલ ભજનના ગાન સાથે થઈ હતી. ત્યારબાદ શાળામાં ભણતા ભાઈ-બહેનની જોડીઓને સામસામે બેસાડી કંકુ અને ચોખાથી પૂજન કરાયું હતું. બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું અને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ધોરણ 5 ની વિદ્યાર્થિની ઠાકોર ઉર્વશી અને ધોરણ 6 ની વિદ્યાર્થિની જોશી હેતવીએ રક્ષાબંધન વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષકોમાંથી પ્રાથમિક વિભાગના સેજલબેન રબારી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ડૉ. અવનીકાબેન પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન બીનાબેન નાયક અને ડૉ. અવનીકાબેન પટેલે કર્યું હતું, જ્યારે તેનું સંચાલન ડૉ. હિરલબેન ચતુર્વેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્માકુમારીઝ સંસ્થામાંથી પધારેલા દીદી સવિતાબેને શાળા પરિવારના શિક્ષકોને રાખડી બાંધી આશીર્વાદ વચન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SGVP ગુરુકુલ દ્રોણેશ્વરમાં સામૂહિક રક્ષાબંધન, 1500 વિદ્યાર્થીઓએ બાંધ્યા રક્ષાસૂત્ર:ગીરસોમનાથના SGVP ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે એકતા અને સ્નેહનો સંદેશ અપાયો
    Next Article
    ચોરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો:કેશોદના યોગેશ્વર ધામમાં તસ્કરો ત્રાટક્યા: બે બાઇક અને કરિયાણાની દુકાનમાંથી ચોરી, સીસીટીવીમાં બે બુકાનીધારી કેદ થતા લોકોમાં રોષ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment