Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો:કેશોદના યોગેશ્વર ધામમાં તસ્કરો ત્રાટક્યા: બે બાઇક અને કરિયાણાની દુકાનમાંથી ચોરી, સીસીટીવીમાં બે બુકાનીધારી કેદ થતા લોકોમાં રોષ,

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી યોગેશ્વર ધામ સોસાયટીમાં તસ્કરોનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગત રાત્રે તસ્કરોએ સોસાયટીમાં ધામા નાખીને બે ટુ-વ્હીલર અને એક કરિયાણાની દુકાનને પોતાનો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બે બુકાનીધારી શખ્સો ચોરી કરતા નજરે પડે છે. અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને ભારે ચિંતા અને પોલીસ પ્રશાસન સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી રહ્યા છે, જેને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થાનિક રહીશ અરવિંદભાઈ ચૌહાણે જણાવતા કહ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. અંદાજે 15 દિવસ પહેલા અહીં આવેલા મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી. ગઈકાલે રાત્રે તેમનું ટુ-વ્હીલર ઘરની બહાર પાર્ક કરેલું હતું, જે તસ્કરો ચોરી ગયા છે. આ ઉપરાંત, પાછળની શેરીમાં રહેતા છગનભાઈની કરિયાણાની દુકાનમાં પણ ગત રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં ચોરી થઈ છે. તે સિવાય સોસાયટીના અન્ય એક રહીશ કમલેશભાઈનું સ્પ્લેન્ડર બાઇક પણ ચોરાઈ ગયું છે. આમ, એક જ રાત્રિમાં બે બાઇક અને કરિયાણાની દુકાનમાંથી કિંમતી મુદ્દામાલની ચોરી થતાં આખો વિસ્તાર ફફડી ઉઠ્યો છે. ​અન્ય રહીશ નિખિલ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં તેમની સોસાયટીમાં આ બીજી કે ત્રીજી વાર ચોરીનો બનાવ બન્યો છે. આ સોસાયટીમાં તમામ લોકો મધ્યમ વર્ગના રહે છે અને કોઈ હાઈફાઈ કે ઉચ્ચ વર્ગના લોકો રહેતા નથી, છતાં અવારનવાર ચોરીના બનાવો બને છે. ગત રાત્રે બે બાઇક ચોરાયા છે અને કરિયાણાની દુકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ અન્ય સામાનની ચોરી થઈ છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પાસે સોસાયટીના છેવાડાના ભાગેથી પણ એક બાઇક ચોરાયું છે તેમજ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા કમલેશભાઈનું બાઇક પણ ચોરાઈ ગયું છે. ​સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. આથી કેશોદ પોલીસ સ્ટેશનને સ્થાનિકોની નમ્ર અપીલ છે કે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ તુરંત વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સક્રિય થઈને તસ્કરોને ઝડપી પાડે તથા ચોરાયેલો સામાન અને બાઇક પરત અપાવે.
    Click here to Read More
    Previous Article
    વિસલપુર હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓએ રાખડી બાંધી, ભાઈ-બહેનના સંબંધો ઉજાગર કર્યા
    Next Article
    નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર:જિલ્લા કંટ્રોલરૂમ 02876-285063/64 અને 1077 પર સંપર્ક કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment