Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર:જિલ્લા કંટ્રોલરૂમ 02876-285063/64 અને 1077 પર સંપર્ક કરો

    10 hours ago

    નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદને કારણે રસુવા જિલ્લા સહિત નેપાળના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને પગલે નેપાળમાં ફસાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની સલામતી અને સહાય માટે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના પરિવારજનો જિલ્લા કંટ્રોલરૂમ નંબર 02876-285063/64 અને જિલ્લા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી શકે છે. જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્તોની માહિતી મેળવી ઉચ્ચ તંત્ર સુધી પહોંચાડી જરૂરી સહાય માટે સંકલન કરાશે. નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લાના કોઈ નાગરિક ફસાયેલા હોવાની જાણ થાય તો પરિવારજનો, સગાં-સંબંધીઓ અને ટૂર ઓપરેટરોને તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરાઈ છે. ફસાયેલા વ્યક્તિનું નામ, સંપર્ક નંબર, હાલનું સ્થળ અને અન્ય જરૂરી માહિતી આપવાથી રાહત અને બચાવ કામગીરીમાં સરળતા રહેશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના નાગરિકો અને તેમના પરિવારજનો માટે પણ રાજ્ય કક્ષાએ કંટ્રોલરૂમ અને હેલ્પલાઇનની વ્યવસ્થા કરાઈ છે. જરૂરિયાતમંદ લોકો રાજ્ય કંટ્રોલરૂમ નંબર 079-23251900, મોબાઇલ નંબર 9978405304 અને રાજ્ય હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક કરી શકે છે. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 1077 પર પણ માહિતી આપી શકાય છે. નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક મદદ અને માહિતી માટે +977 985 131 6807 અને +977 970 910 7500 ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરાયા છે. આ બંને નંબરો પર WhatsApp દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો કે તેમના પરિવારજનોને કોઈપણ તાત્કાલિક મદદની જરૂર હોય તો ઉપરોક્ત હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરી સંબંધિત તંત્રનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ચોરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો:કેશોદના યોગેશ્વર ધામમાં તસ્કરો ત્રાટક્યા: બે બાઇક અને કરિયાણાની દુકાનમાંથી ચોરી, સીસીટીવીમાં બે બુકાનીધારી કેદ થતા લોકોમાં રોષ,
    Next Article
    શ્રી શંકર વિદ્યાલયમાં રક્ષાબંધન ઉજવાયું:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાખી મેકિંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment