Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂર પીડિતો માટે SGVP માં મહાયજ્ઞ:ઋષિકુમારોએ 1.25 લાખ ગાયત્રી મંત્ર સાથે પ્રાર્થના કરી

    7 hours ago

    નેપાળમાં તાજેતરમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો લાપતા છે. અબજો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું છે. આર્થિક નુકસાન અને કુદરતી આપદા વચ્ચે પીડિતોની સહાય તથા મૃતકોની આત્માની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે વિશેષ પ્રાર્થના યજ્ઞનું આયોજન કરાયું હતું. SGVP ના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં SGVP ના ઋષિકુમારો અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ગાયત્રી યજ્ઞ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને ઋષિકુમારોએ મંત્રોચ્ચાર સાથે ૧,૨૫,૦૦૦ આહુતિઓ અર્પણ કરી નેપાળના અસરગ્રસ્તો માટે વિશેષ પ્રાર્થના કરી હતી. યજ્ઞ પ્રસંગે ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીએ સભાને સંબોધતા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "આ માત્ર કુદરતી કોપ નથી, પરંતુ મનુષ્યના સ્વાર્થ અને પ્રકૃતિ સાથેના અનિયંત્રિત ખિલવાડનું પરિણામ છે. વ્યક્તિગત કે નાની-મોટી સ્વાર્થી પ્રવૃત્તિઓના કારણે આવી ભયાનક હોનારતો સર્જાતી હોય છે, તેથી માનવજાતે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે." પ્રાર્થના અને યજ્ઞની સાથે SGVP સંસ્થાએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. સ્વામીજીએ જાહેરાત કરી કે નેપાળના પૂરથી પ્રભાવિત થયેલા પરિવારના બાળકોના અભ્યાસ માટે SGVP ગુરુકુલ દ્વારા 'વિદ્યા સહાય' પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ:પર્યાવરણ સંરક્ષણ અભિયાન હેઠળ RFO અને આકાશવાણી અધિકારીઓ પણ જોડાયા
    Next Article
    સુરત ભાજપમાં વોર્ડ-7ના પ્રમુખને લાફો મારવાનો વિવાદ વકર્યો:સથવારા સમાજમાં ભારે રોષ, આગેવાને કહ્યું-કોઈ સમાધાન થયું નથી, ગાંધીનગર પ્રદેશ પ્રમુખ-મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment