Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી RFO દિનેશ ડામોર સામે છેડતીનો ગુનો:મહિલા કર્મચારીને રજીસ્ટર ચેક કરવાના બહાને બોલાવી હાથ પકડી છેડતી કરી હોવાનો આરોપ, પોલીસ તપાસ શરૂ

    8 hours ago

    વલસાડ દક્ષિણ વન વિભાગ હેઠળની વાપી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા RFO દિનેશ વી. ડામોર સામે છેડતીનો ગુનો નોંધાયો છે. તેમની જ ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ઉમરગામ તાલુકાની 30 વર્ષીય આ મહિલા વાપી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં કરાર આધારિત સેવાઓ આપે છે. ફરિયાદ મુજબ, RFO દિનેશ ડામોર અવારનવાર ઓફિસ કામના બહાને તેમને બોલાવી "તમારા લગ્ન થઈ ગયેલ છે?" તેવા પ્રશ્નો પૂછી માનસિક રીતે પરેશાન કરતા હતા. 19 જૂનના રોજ બપોરે ઓફિસમાં મહિલા એકલી હતી ત્યારે આરોપી RFO દિનેશ ડામોરે તેમને ઓફિસની બાજુમાં આવેલા સરકારી ક્વાર્ટર્સમાં કબાટમાં રાખેલું રજીસ્ટર ચેક કરવાના બહાને બોલાવ્યા હતા. મહિલા ત્યાં પહોંચતા જ આરોપીએ તેમની એકલતાનો ગેરલાભ ઉઠાવી, તેમના બંને હાથ પકડી પાડી બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાએ વાપી પોલીસનો સંપર્ક કર્યો હતો. વાપી પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી RFO દિનેશ વી. ડામોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 74, 75(1) અને 78(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેંક સીલ મકાન અપાવવાના બહાને છ વ્યક્તિઓ સાથે છેતરપિંડી:વસ્ત્રાલમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી 18 લાખ પડાવ્યા, ડીઝલ ચોરી કરતાં ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ
    Next Article
    CJP Protest में आए Mamla Legal Hai के Pepsu Ji, काम नहीं मिला तो बोले - थिएटर से काम चला लेंगे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment