Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટ - ટ્રમ્પનો સાથ છોડી શકે છે વિદેશ મંત્રી રુબિયો:ઉપરાષ્ટ્રપતિ વેન્સ પણ અંતર જાળવી રહ્યા છે, મિડટર્મમાં હાર પછી રિપબ્લિકન પક્ષમાં ફૂટ

    1 day ago

    અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો ટ્રમ્પનો સાથ છોડવા અંગે વિચાર કરી રહ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, રુબિયો પોતાના ભવિષ્યના વિકલ્પો અંગે ચર્ચા કરી રહ્યા છે. જોકે, તેમણે આ વાતનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ ટ્રમ્પથી અંતર બનાવી રહ્યા છે. વેન્સ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીમાં ટ્રમ્પથી નારાજ મતદારોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિડટર્મ ચૂંટણીના પરિણામો… હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ હાઉસમાં કુલ 435 બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 253 અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 157 બેઠકો જીતી છે. 25 બેઠકોનાં અંતિમ પરિણામો આવવાનાં બાકી છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ગઈ છે. સેનેટ સેનેટની 100 બેઠકોમાંથી 35 પર ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં 33 બેઠકોના પરિણામો સામે આવી ચૂક્યા છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકી રહેલી 2 બેઠકો પર અંતિમ પરિણામો આવવાના બાકી છે. આ પરિણામોને સામેલ કરીને ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે. ગવર્નર ચૂંટણી કુલ 36 બેઠકોમાંથી 34 રાજ્યોના પરિણામો આવી ચૂક્યા છે. 22 ડેમોક્રેટ્સ અને 12 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. 2 રાજ્યોમાં અંતિમ પરિણામો આવવાના બાકી છે.
    Click here to Read More
    Previous Article
    'ટેન્શન બીજાને આપું છું, પોતે નથી લેતો':‘માતૃભૂમિ’ના ટ્રેલર લોન્ચમાં સલમાનનો ફની અંદાજ દેખાયો, કહ્યું- સ્ક્રિપ્ટમાં ફેરફાર માટે સરકારનું દબાણ નહોતું
    Next Article
    RFO સોનલ સોલંકી હત્યા કેસ:માત્ર ટાવર લોકેશન અને એકાઉન્ટમાં રૂપિયા આવવાના આધારે ધરપકડ, કોર્ટે આરોપીને જામીનમુક્ત કર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment