Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGVP ગુરુકુલમાં એક લાખ વૃક્ષારોપણ મહાઅભિયાન:ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ અનુસાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

    13 hours ago

    પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રસેવાના ઉદ્દેશ્યથી SGVP ગુરુકુલ ખાતે એક લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. SGVP મેમનગર ગુરુકુલના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત આ અભિયાન હરિયાળા ભવિષ્ય તરફ પ્રેરણાદાયી ઉપક્રમ બન્યો છે. આ અભિયાન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ 12 જુલાઈ, 2026 (રવિવાર)ના રોજ યોજાયેલા "ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા" મહાઅભિયાનનો એક ભાગ છે. આ અંતર્ગત એક કરોડથી વધુ વૃક્ષોના સામૂહિક વૃક્ષારોપણનો ઐતિહાસિક સંકલ્પ લેવાયો છે. SGVP ગુરુકુલે આ મહાઅભિયાનમાં એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેના જતનનો મહાસંકલ્પ જાહેર કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા "એક પેડ માં કે નામ" અભિયાનની ભાવનાને પણ સાકાર કરે છે. અભિયાનનો શુભારંભ ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયો. ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર વિધિ અનુસાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, હરિભક્તો અને સેવકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહપૂર્વક સામૂહિક વૃક્ષારોપણમાં સહભાગી બન્યા. માધવપ્રિયદાસજી સ્વામી હંમેશા રાષ્ટ્રપ્રેમ, પ્રકૃતિપ્રેમ અને માનવસેવાને જીવનમૂલ્ય તરીકે અપનાવવાનો સંદેશ આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ SGVP ગુરુકુલ દ્વારા શિક્ષણની સાથે સેવા, સંસ્કાર, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણના અનેક પ્રકલ્પો સતત ચલાવવામાં આવે છે. એક લાખ વૃક્ષોનો આ મહાસંકલ્પ પણ એ જ રાષ્ટ્રસેવાની ભાવનાનું જીવંત પ્રતિબિંબ છે. આ પ્રસંગે સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, "પ્રકૃતિ સેવા એ જ પ્રભુ સેવા છે. દરેક પરિવાર ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે, તો આવનારી પેઢીને સ્વચ્છ હવા, હરિયાળું પર્યાવરણ અને સુરક્ષિત ભવિષ્યની અમૂલ્ય ભેટ આપી શકાય." SGVP ગુરુકુલ દ્વારા હાથ ધરાયેલું આ હરિત અભિયાન માત્ર વૃક્ષો વાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેક વૃક્ષના જતન, ઉછેર અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંકલ્પ છે. આ અભિયાન હરિયાળું ગુજરાત અને વિકસિત, સ્વચ્છ તથા હરિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશનના નવા કાર્યાલયનું પાલડીમાં લોકાર્પણ:AIA સેવા કેન્દ્ર અને સરોજબા તાલીમ કેન્દ્ર પણ કાર્યાન્વિત
    Next Article
    આણંદમાં નશાખોર કાર ચાલકે વાહનને ટક્કર મારી:વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપી રોહિત દરબારને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment