Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં નશાખોર કાર ચાલકે વાહનને ટક્કર મારી:વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપી રોહિત દરબારને ઝડપ્યો

    16 hours ago

    આણંદ ટાઉન પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે ઝડપી કાર્યવાહી કરી છે. નશાની હાલતમાં બેફામ કાર ચલાવી અન્ય વાહનને ટક્કર મારનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગત 12 જુલાઈ, 2026ના રોજ રાત્રિના લગભગ 11:30 વાગ્યે સરદારબાગ પોલીસ ચોકી પાસે બની હતી. એક ફોર વ્હીલ ચાલકે નશાની હાલતમાં પોતાની ગાડી બેફામ રીતે હંકારીને અન્ય વાહનને ટક્કર મારી હતી, જેના કારણે ઘટનાસ્થળે હોબાળો થયો હતો. આ અકસ્માત અને હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આણંદ ટાઉન પોલીસ સક્રિય બની હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વીડિયોમાં દેખાતા વાહન ચાલકને 112 મારફતે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, પકડાયેલા આરોપીનું નામ રોહિત મહેશભાઈ દરબાર (ઉંમર 23 વર્ષ) છે, જે આણંદના મેલડીમાતા ઝુપડપટ્ટી વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આ ગુનાહિત કૃત્ય બદલ વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SGVP ગુરુકુલમાં એક લાખ વૃક્ષારોપણ મહાઅભિયાન:ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ અનુસાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું
    Next Article
    કૃષિ વિભાગમાં 24 અધિકારીને નિમણૂકપત્રો અપાયા:પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા જીતુ વાઘાણીની અપીલ, કહ્યું-પશુપાલનમાં સેક્સ સોર્ટેડ સીમેન અને IVFનો ઉપયોગ વધી રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment