Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ વિભાગમાં 24 અધિકારીને નિમણૂકપત્રો અપાયા:પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા જીતુ વાઘાણીની અપીલ, કહ્યું-પશુપાલનમાં સેક્સ સોર્ટેડ સીમેન અને IVFનો ઉપયોગ વધી રહ્યો

    17 घंटे पहले

    ગાંધીનગરમાં કૃષિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે વિભાગના 24 નવનિયુક્ત અધિકારીઓને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 8 નાયબ પશુપાલન નિયામક, 2 મત્સ્ય અધિકારી અને 14 બાગાયત સુપરવાઈઝરનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'પશુપાલનમાં સેક્સ સોર્ટેડ સીમેન અને IVFનો ઉપયોગ વધી રહ્યો છે' નવનિયુક્ત અધિકારીઓને સંબોધતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. રાજ્ય સરકાર પારદર્શક ભરતી પ્રક્રિયા દ્વારા યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપી રહી છે અને આજે નિમણૂક મેળવનાર અધિકારીઓની પ્રતિભા અને અનુભવનો લાભ રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે, ખેતી હવે માત્ર ખેતર પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગના સંકલિત વિકાસથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. પશુપાલકોની આવકમાં વધારો થાય તે માટે બનાસ ડેરી સહિત રાજ્યની અન્ય ડેરીઓમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની યોજના અમલમાં છે. સાથે જ પશુપાલનમાં સેક્સ સોર્ટેડ સીમેન અને IVF જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીના સંદેશને પહોંચાડવા વાઘાણીની અપીલ બાગાયત ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, રાજ્યને તાજેતરમાં જ “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યું છે, જે ગુજરાતના કૃષિ ક્ષેત્રની પ્રગતિનો પુરાવો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે પ્રાકૃતિક ખેતીને સમયની જરૂરિયાત ગણાવી હતી. તેમણે નવનિયુક્ત અધિકારીઓને ગામડાં સુધી પ્રાકૃતિક ખેતીના સંદેશને પહોંચાડવા અને ખેડૂતોને જાગૃત કરવા અપીલ કરી હતી. ‘પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ’ સેવાની શીખ આપી જીતુ વાઘાણીએ નવનિયુક્ત અધિકારીઓને સરકારી સેવામાં “પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ” બનીને કાર્ય કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોઈ પણ સામાન્ય નાગરિકને કચેરીએ પોતાનું કામ કરાવવા માટે ભલામણની જરૂર ન પડે અને તેનું કામ સરળતાથી પૂર્ણ થાય તેવા અભિગમ સાથે અધિકારીઓએ સેવા આપવી જોઈએ. કૃષિ અને પશુપાલન વિભાગની સેવાઓને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, વર્ષોની મહેનત બાદ યુવાનો આજે પોતાના કારકિર્દીના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. તેમણે તમામ નવનિયુક્ત અધિકારીઓને નવી ઊર્જા અને નિષ્ઠા સાથે કામ કરીને કૃષિ અને પશુપાલન વિભાગની સેવાઓને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું. રાજ્યના જીડીપીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો ફાળો 18 ટકાથી વધુ કાર્યક્રમમાં કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ જણાવ્યું હતું કે, રાજ્યના જીડીપીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો ફાળો 18 ટકાથી વધુ છે, જે આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, એગ્રીસ્ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ અને પશુપાલન વિભાગ ખેડૂતો અને પશુપાલકોને વધુ અસરકારક સેવાઓ પૂરી પાડી રહ્યો છે. કાર્યક્રમના પ્રારંભે મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકરે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે બાગાયત નિયામક એચ.એમ. ચાવડા સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં નશાખોર કાર ચાલકે વાહનને ટક્કર મારી:વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપી રોહિત દરબારને ઝડપ્યો
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીએ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો:500થી વધુ રોપા વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment