Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અક્ષરવાડીમા શિક્ષક અધિવેશન:સામાન્ય સભા અને સન્માન સમારોહ યોજાયો, 500 શિક્ષકો ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખની આગેવાની હેઠળ આજે અક્ષરવાડી ખાતે ભાવનગર જિલ્લાના માધ્યમિક શાળાના શિક્ષકોનું એક ત્રીવિધ આયોજન શૈક્ષણિક અધિવેશન, સામાન્ય સભા અને સન્માન સમારોહ સફળતાપૂર્વક યોજાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી અંદાજે 500 જેટલા શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ અક્ષરવાડીના કોઠારી સ્વામી યોગવિજયદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ડી.ઈ.ઓ. કચેરીના સીનિયર ઈ.આઈ. વિક્રમસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. નવા આયામો અને ‘સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન’ વિશે શિક્ષકોને માહિતગાર કરાયા આ અધિવેશનનો મુખ્ય હેતુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત આવી રહેલા નવા આયામો અને વિદ્યાર્થીઓના ‘સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન’ વિશે શિક્ષકોને માહિતગાર કરવાનો રહ્યો હતો., ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણનો મહત્તમ લાભ મળે તથા યોગ્ય મૂલ્યાંકન અને માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણવિદ્ અને બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.મનહરભાઈ ઠાકર દ્વારા તમામ ઉપસ્થિત શિક્ષકોને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શૈક્ષણિક સિદ્ધિઓ બદલ શિક્ષકોને સન્માનિત કરાયા શૈક્ષણિક સત્ર બાદ બપોરના ચરણમાં ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાના નિવૃત્ત શિક્ષકોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સભાસદ શિક્ષકોના તેજસ્વી સંતાનોને પણ તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગમાંથી તમામ ઈ.આઈ. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહામંડળના પ્રમુખ, મહામંત્રી, મહામંડળના પૂર્વ પ્રમુખો અને પૂર્વ મહામંત્રીઓ, ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પૂર્વ હોદ્દેદારો તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    તબીબી સારવાર સાથે માનવતાનો સ્પર્શ:સિવિલ હોસ્પિટલની ટીમે 3 વર્ષથી ગોઠણનાં દુઃખાવાથી પીડાતા દર્દીને ચાલતા કર્યા, અસહાય વિક્રમભાઈને મળ્યો આત્મીયતાનો સહારો
    Next Article
    Video: Massive Ukrainian Drone Barrage On Moscow Amid Elections In Russia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment