Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશનના નવા કાર્યાલયનું પાલડીમાં લોકાર્પણ:AIA સેવા કેન્દ્ર અને સરોજબા તાલીમ કેન્દ્ર પણ કાર્યાન્વિત

    10 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં રાહી ફાઉન્ડેશનના નવનિર્મિત વિશાળ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીના હસ્તે આ કાર્યાલયને લોકસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ જયેશ પરીખના નેતૃત્વ હેઠળ, રાહી ફાઉન્ડેશન સંચાલિત AIA સેવા કેન્દ્ર અને સરોજબા તાલીમ કેન્દ્ર પણ આ પ્રસંગે કાર્યાન્વિત કરવામાં આવ્યા. આ કેન્દ્રો દ્વારા વિવિધ લોકપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વ કિરીટભાઈ શાહ, નિખિલભાઈ ભટ્ટ, પ્રમોદભાઈ શાહ, નમ્રતાબેન શોધન, રમણભાઈ પટેલ, કૈલાસભાઈ બુચ, અજિત શાહ, સરોજ જોશી, અજય દોશી અને દિનેશ શાહનો સમાવેશ થાય છે. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ, જયેશ શાહ, સમિત શાહ, શરદ જાદવ, અતુલ શાહ, જયેશ પંડ્યા, વિજય દલાલ અને 'ટીમ રાહી'ના સભ્યોએ કાર્યક્રમના સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા પારિવારિક એકતા અને સંસ્કાર શીખવે છે:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે આપ્યો સંદેશ
    Next Article
    SGVP ગુરુકુલમાં એક લાખ વૃક્ષારોપણ મહાઅભિયાન:ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ અનુસાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment