Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પારિવારિક એકતા અને સંસ્કાર શીખવે છે:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે આપ્યો સંદેશ

    9 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ રથયાત્રાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે રથયાત્રા પારિવારિક એકતા અને જીવનના રથને ભગવાનને સમર્પિત કરવાનો સંદેશ આપે છે. અષાઢી બીજ એટલે રથયાત્રા. ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર મંદિરની ચાર દીવાલો છોડીને રથમાં બેસીને ભક્તોને દર્શન આપે છે. આ પાછળનો મુખ્ય ભાવ એ છે કે જે ભક્ત મંદિર સુધી નથી પહોંચી શકતો, તેના આંગણે ભગવાન પોતે પધારે છે. આ ભગવાનની કરુણાનું પ્રતિક છે. ભગવાન જગન્નાથજીના રથ સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ હોય છે. આ સૌથી મોટો સંદેશ 'પારિવારિક એકતા'નો છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે જીવનમાં સુખી થવા માટે પરિવારને સાથે લઈને ચાલવું અત્યંત જરૂરી છે. રથયાત્રા આપણને શીખવે છે કે આપણી જીવનયાત્રા કેવી રીતે જીવવી જોઈએ. આપણે સૌએ વિચાર કરવો જોઈએ કે આપણે આપણા જીવનરથને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, ભલે જીવનમાં ગમે તેટલા આધુનિક બનો, પરંતુ પોતાના પરિવાર અને સંસ્કારોને ક્યારેય જૂના ન ગણવા જોઈએ. આજે ઘણા યુવાનો ડિપ્રેશન અને એકલતાનો ભોગ બની રહ્યા છે, કારણ કે તેઓ જીવનનો રથ જાતે ચલાવવા માંગે છે. રથયાત્રાનો અસલી સંદેશ એ જ છે કે તમારા જીવનના રથનું સુકાન ભગવાનના હાથમાં સોંપી દો. જ્યારે જીવનના ડ્રાઈવર પ્રભુ પોતે બનશે, ત્યારે જિંદગીનો રથ ક્યારેય ખોટા રસ્તે કે વ્યસનના ખાડામાં નહીં જાય. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અર્જુને પોતાના રથના સારથી શ્રીકૃષ્ણ ભગવાનને બનાવ્યા તો તેઓ વિજયી બન્યા. તેવી જ રીતે, દાદાખાચરે પોતાના રથના સારથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને બનાવ્યા, તો દરેક જીવનની મુશ્કેલીમાંથી તેમની રક્ષા થઈ. આપણે પણ આપણું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ અને આ રથયાત્રાના પવિત્ર અવસરે હૃદયમાં સંસ્કાર અને સેવાનો રથ દોડાવીએ.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના શહીદ કેપ્ટન નિલેશ સોનીને અનોખી અંજલિ:ભારતીય લશ્કર દ્વારા અપાયેલી 'વોર ટ્રોફી' તોપનું લોકાર્પણ કરાયું
    Next Article
    રાહી ફાઉન્ડેશનના નવા કાર્યાલયનું પાલડીમાં લોકાર્પણ:AIA સેવા કેન્દ્ર અને સરોજબા તાલીમ કેન્દ્ર પણ કાર્યાન્વિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment