Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની ઘરાકી વચ્ચે SGSTની લાલ આંખ:કાર એસેસરીઝના 5 મોટા વેપારીઓ પર SGSTના દરોડા, 2 કરોડની કરચોરી ઝડપાઈ

    11 hours ago

    ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (SGST) વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા સુરતમાં કાર એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા 4થી 5 મોટા વેપારીઓને ત્યાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરચોરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પૂર્વઆયોજિત રીતે કરાયેલી આ કાર્યવાહીના પ્રાથમિક તબક્કામાં જ અંદાજે ₹2 કરોડની જંગી કરચોરી સપાટી પર આવી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે વેપારીઓ ગ્રાહકોને પાકાં બિલ આપ્યા વિના મોટા પાયે રોકડમાં માલ વેચતા હતા અને આ વ્યવહારો સત્તાવાર ચોપડે ન દર્શાવી સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા હતા. દિવાળીની ઘરાકી વચ્ચે સર્ચથી બજારમાં ફફડાટ દિવાળીના તહેવારને પગલે હાલ કાર અને તેની સજાવટના બજારમાં તેજીનો માહોલ છે. વાહનોની સજાવટ, સાઉન્ડ સિસ્ટમ્સ, એલઇડી લાઇટ્સ તેમજ પ્રીમિયમ એસેસરીઝની ખરીદીમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તહેવારોની આ સીઝનનો લાભ લઈને બિનહિસાબી વ્યવહારો કરી રહેલા મોટા વેપારીઓ પર અચાનક SGST વિભાગ ત્રાટકતાં સમગ્ર બજારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તહેવારના પીક સમયે જ હાથ ધરાયેલી આ કડક કાર્યવાહી દર્શાવે છે કે ટેક્સ વિભાગ કરચોરી સામે સંપૂર્ણ સતર્કતા રાખી રહ્યું છે. શંકાના આધારે નહીં, નક્કર પુરાવા સાથે જ કાર્યવાહી અગાઉ જીએસટી કાયદા હેઠળ અધિકારીઓ દ્વારા પૂરતી તપાસ વગર મનસ્વી રીતે વેપારીઓને ‘બોગસ’ ગણાવી દેવાની ફરિયાદો ઉઠતી હતી. જોકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા જારી કરાયેલા નવા પરિપત્રો મુજબ હવે માત્ર શંકાના આધારે વેપારીઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી. વિભાગે કરચોરી સાબિત કરવા માટે નક્કર અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ફરજિયાત બન્યા છે, જેના કારણે SGST ટીમે સંપૂર્ણ હોમવર્ક અને પુરાવાઓ એકત્ર કર્યા બાદ જ સુરતમાં આ દરોડા પાડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માળિયામાંથી વસ્તુ ઉતારતા પટકાતા યુવાનનું મોત:રાજકોટના નાનામવા રોડ પર એક્ટિવાની ડેકી તોડી રૂ.2 લાખની ચોરી, સ્ક્રેપના કારખાનામાં આગમાં દાઝેલા યુવકનું સારવારમાં મોત
    Next Article
    સુરતમાં હોટફિક્સના કચરામાં આગનો સિલસિલો યથાવત:કાપોદ્રામાં 1 જ કલાકમાં 3 સ્થળે અને વરાછામાં 1 જગ્યાએ આગ ભભૂકી, ધુમાડાના ગોટેગોટા ઉડતા નાસભાગ મચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment