Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગની દીકરીઓએ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ જીત્યા:રાજકોટમાં યોજાયેલી SGFI શાળાકીય સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થિનીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું

    15 hours ago

    રાજકોટમાં યોજાયેલી SGFI શાળાકીય વેઇટલિફ્ટિંગ સ્પર્ધા 2026-27માં ડાંગ જિલ્લાની સાપુતારા કન્યા સાક્ષરતા નિવાસી શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ મેડલ જીત્યા છે. આ વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું. સ્પર્ધામાં ચોર્યા ખુશ્બબેન મહેશભાઈએ 53 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું. સબડે સંગીતાએ 48 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો. બાબુલ અંકિતાબેન વિજયભાઈએ 45 કિલોગ્રામ વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ સિદ્ધિ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, સાપુતારા અને ડાંગ જિલ્લા માટે મહત્વની છે. આદિવાસી વિસ્તારની દીકરીઓની રમતગમત ક્ષમતા આનાથી સામે આવી છે. શાળાના આચાર્ય પાલવે શિવરામભાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશભાઈ પટેલ અને શારીરિક શિક્ષણ શિક્ષિકા કનેરિયા કેતનાબેને વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા. આ સફળતાથી ડાંગ જિલ્લામાં ખુશીનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    વ્યાપારી પ્રવૃત્તિઓને મળશે વેગ:રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ કરવામાં આવ્યું, રેલવે તંત્રને થઈ 27 લાખની આવક
    Next Article
    મોરબી ફાયર શાખાએ 479 વિદ્યાર્થીઓ અને 35 સ્ટાફને તાલીમ આપી:ફાયર સેફ્ટી સિસ્ટમ અને સર્ટિફિકેટનું ચેકિંગ કરી બિલ્ડિંગોને નોટિસ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment