Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાપારી પ્રવૃત્તિઓને મળશે વેગ:રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ કરવામાં આવ્યું, રેલવે તંત્રને થઈ 27 લાખની આવક

    18 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતેથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ સંપન્ન કરવામાં આવ્યું છે. આ વિશેષ પહેલ હેઠળ 20 વેગનમાં અંદાજે 1260 મેટ્રિક ટન આયોડાઇઝ્ડ મીઠું ભરીને બિહારના ફતુહા સ્ટેશન માટે રવાના કરવામાં આવ્યું હતું. આશરે 1876 કિલોમીટરના લાંબા અંતરના આ પરિવહનથી રેલવે પ્રશાસનને 27 લાખની નોંધપાત્ર આવક થઈ છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ નવી પહેલથી સ્થાનિક ઉદ્યોગોને સલામત અને કિફાયતી વિકલ્પ મળ્યો છે. બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટના પ્રયાસો રંગ લાવ્યા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ કન્સાઇનમેન્ટનું સંચાલન સીટીએ લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે મેસર્સ નિર્મા લિમિટેડ આ માલસામાનની મોકલનાર અને મેળવનાર પક્ષકાર છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે આયોડાઇઝ્ડ મીઠાનું પ્રથમ વખત થયેલું આ લોડિંગ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના અધિકારીઓ અને સ્ટાફની સતત મહેનતનું પરિણામ છે. આવી પહેલથી રેલવેની આવકમાં વૃદ્ધિ થવા સાથે ઔદ્યોગિક ગૃહોને લાંબા અંતર માટે વિશ્વસનીય રેલ સેવાનો લાભ લેવાની તક મળે છે. નવી ચીજવસ્તુઓના પરિવહન પર વિશેષ ભાર કોમર્શિયલ અને ઓપરેટિંગ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પરસ્પર તાલમેલ સાધીને નવી વ્યાપારી સંભાવનાઓ શોધી કાઢી હતી. પરંપરાગત ચીજવસ્તુઓ ઉપરાંત નવી પ્રોડક્ટ્સને રેલ નેટવર્ક સાથે જોડવાના સતત પ્રયાસોને લીધે આ નવીન લોડિંગ શક્ય બન્યું છે. રાજકોટ ડિવિઝન હાલ નવા ગ્રાહકોને રેલવે સાથે જોડવા, વિવિધ માલસામાનના લોડિંગની શક્યતાઓ ચકાસવા અને સ્થાનિક વેપારી સંગઠનોને રેલ પરિવહન અપનાવવા પ્રોત્સાહિત કરવાની દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. પ્રદૂષણ અને ટ્રાફિક ઘટશે: DRM રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ પગલાને આવકારતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલ રેલવેની આવક વધારવાની સાથે સામાન્ય નાગરિકો માટે પણ પરોક્ષ રીતે આશીર્વાદરૂપ સાબિત થાય છે. રેલવે દ્વારા માલસામાનનું વહન થવાથી હાઈ-વે પર ભારે વાહનોનું દબાણ ઘટશે, જેના પરિણામે ટ્રાફિકજામની સમસ્યા હળવી થશે, રોડ એક્સિડન્ટમાં ઘટાડો થશે અને વાયુ પ્રદૂષણ પણ અટકશે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદકોને અન્ય રાજ્યોમાં ઓછા ખર્ચે અને સુરક્ષિત રીતે માલ પહોંચાડવાનો સસ્તો વિકલ્પ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દિવાળીએ જળસંકટનાં એંધાણ:આજી-1 તેમજ ન્યારી-1માં માત્ર 1 મહિનાનું પાણી, કેનાલ રીપેરીંગનાં બહાને નર્મદાનાં નીર ઠાલવવાનું બંધ કરાતા ચિંતા વધી
    Next Article
    ડાંગની દીકરીઓએ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ જીત્યા:રાજકોટમાં યોજાયેલી SGFI શાળાકીય સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થિનીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment