Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળીએ જળસંકટનાં એંધાણ:આજી-1 તેમજ ન્યારી-1માં માત્ર 1 મહિનાનું પાણી, કેનાલ રીપેરીંગનાં બહાને નર્મદાનાં નીર ઠાલવવાનું બંધ કરાતા ચિંતા વધી

    16 hours ago

    રાજકોટવાસીઓ પર અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ તોળાયું છે. મહાનગરપાલિકાએ જૂન 2027 સુધી ચાલે તેટલા 4000 એમસીએફટી નર્મદા નીરની માગણી કરી હોવા છતાં, કેનાલ રિપેરિંગ કરવાના બહાને છેલ્લા પંદર દિવસથી દૈનિક ઉપાડ જેટલો જથ્થો પણ બંધ કરી દેવાયો છે. પરિણામે, આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર 25થી 30 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. આગામી 8 નવેમ્બરે દિવાળી હોવાથી અને વારંવાર રિમાઇન્ડર છતાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી ન છોડાતા, જો તાત્કાલિક નર્મદા નીર નહીં મળે તો રાજકોટના 20 લાખ નાગરિકો માટે દિવાળી ઉપર જ પાણીની પારાયણ કરવી પડે તેવી શક્યતા છે. જોકે અધિકારીઓ જલ્દીથી નર્મદાના નીર મળતા થવાની આશા રાખી રહ્યા છે. પણ ચોક્કસ તારીખ આપી શકતા નથી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે સિંચાઇની સાથે પીવાના પાણીની પણ વિકરાળ સમસ્યા ઉભી થઇ છે. રાજકોટવાસીઓ માટે દિવાળી ઉપર જ પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા દ્વારા આગામી જૂન 2027 માસ સુધી ચાલે તેટલો 4000 એમસીએફટી નર્મદાનીરનો જથ્થો સૌની યોજના હેઠળ આપવાની માગણી લાંબા સમય પહેલા રાજ્ય સરકાર પાસે કરી દેવામાં આવી છે. આ માગણી અંતર્ગત આજી ડેમમાં 2100 એમસીએફટી અને ન્યારી ડેમમાં 1900 એમસીએફટી પાણી ઠલવવાની માંગ કરાઈ છે. નોંધનીય છે કે આજી ડેમની કુલ કેપેસિટી 917 એમસીએફટી (29 ફૂટ) અને ન્યારીની કુલ કેપેસિટી 1248 એમસીએફટી (25 ફૂટ) છે. રાજકોટની દૈનિક જરૂરિયાત અને ઉપાડ મુજબ અગાઉ 7 થી 8 એમસીએફટી નર્મદાનીર આપવામાં આવતું હતું, પરંતુ કેનાલ રીપેરીંગનાં બહાને છેલ્લા પંદર દિવસથી દૈનિક ઉપાડ જેટલો જથ્થો આપવાનું પણ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. એક-બે દિવસમાં ફરી નર્મદાનીર શરૂ કરવાના સિંચાઇ વિભાગના વાયદાઓ વચ્ચે હજી સુધી પાણી આપવાનું શરૂ કરાયું નથી. મનપાની વોટર વકર્સ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત સપ્ટેમ્બર મહિનાની 11 તારીખ આસપાસ સરકારમાં પત્ર વ્યવહાર કરાયો હતો અને ત્યારબાદ ત્રણ-ચાર વખત રિમાઇન્ડર આપવા છતાં હજુ સુધી સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠલવવાનું શરૂ કરાયું નથી. વોટર વર્ક્સ વિભાગના ઈજનેર કે. પી. દેથરીયાએ આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, રાજકોટનાં બંને ડેમોમાં હાલ એકાદ મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અને સરકાર પાસે 4000 MCFT નર્મદાનાં નીરની માંગ કર્યા બાદ સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવાનું શરૂ કરાયું હતું. જોકે 29 સપ્ટેમ્બર બાદ કેનાલનું રીપેરીંગ કામ ચાલતું હોય પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. હજુસુધી આ પાણી ક્યારથી શરૂ કરવામાં આવશે તેની ચોક્કસ તારીખ મળી નથી. પણ ગણતરીના દિવસોમાં નર્મદાનું પાણી ફરી શરૂ થઈ જશે. અને રાજકોટવાસીઓને પાણીની મુશ્કેલી પડવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ કારણે હાલના તબક્કે આજી-1માં 28 ટકા અને ન્યારી-1 માં 27 ટકા આસપાસ જળજથ્થો જ રહ્યો છે. વળી, હાલ આકરો તાપ પણ પડી રહ્યો છે, જેના લીધે બંને જળાશયોમાં પાણીના બાષ્પીભવનનું પ્રમાણ પણ વધી ગયું છે. જેને લઈને રાજકોટની 20 લાખની વસતી પર ગંભીર જળ સંકટ તોળાઇ રહ્યું છે. જો સિંચાઇ વિભાગ દ્વારા તાત્કાલિક નર્મદાનાં નીર આપવાની શરૂઆત કરવામાં નહીં આવે તો દિવાળી પણ માંડમાંડ નીકળે તેમ છે અને દિવાળી બાદ પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પ્રબળ સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 15 ઓક્ટોબરથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે આયોજન, ડો. જયંતીભાઈ ભાડેશિયા કરશે ઉદ્ઘાટન
    Next Article
    વ્યાપારી પ્રવૃત્તિઓને મળશે વેગ:રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું સફળ લોડિંગ કરવામાં આવ્યું, રેલવે તંત્રને થઈ 27 લાખની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment