Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 15 ઓક્ટોબરથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે આયોજન, ડો. જયંતીભાઈ ભાડેશિયા કરશે ઉદ્ઘાટન

    17 hours ago

    મોરબીના લખધીરવાસ ચોકમાં ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવ 15 થી 21 ઓક્ટોબર, 2026 સુધી ચાલશે. તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 15 ઓક્ટોબર, ગુરુવારે રાત્રે 8:30થી 9:30 વાગ્યા દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર સંઘ પ્રમુખ ડો. જયંતીભાઈ ભાડેશિયા પંડાલનું ઉદ્ઘાટન કરશે. દીપ પ્રગટાવી ધાર્મિક વિધિ સાથે પૂજા શરૂ કરાશે. દુર્ગાપૂજા પંડાલમાં ગણેશજી, કાર્તિકેય સ્વામી, દેવી સરસ્વતી, લક્ષ્મી અને મા દુર્ગાની પ્રતિમાઓનું પૂજન કરાશે. આ ઉત્સવ ભક્તિ, શક્તિ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે, જ્યાં ભારત અને બંગાળની પરંપરાનો સંગમ જોવા મળશે. મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા સુધી મહાઆરતી યોજાશે. વિજયાદશમી, 21 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 5 વાગ્યા પછી લખધીરવાસ ચોકથી માતાજીની વિસર્જન યાત્રા નીકળશે. વધુ માહિતી માટે મોહિતભાઈ રાવલનો 7990215099 પર સંપર્ક કરો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં રખડતા 3885 પશુ પકડાયા:મહાનગરપાલિકા બન્યા પછી ANCD શાખાની કાર્યવાહી, 306 પશુ માલિકોને લાયસન્સ અપાયા
    Next Article
    રાજકોટમાં દિવાળીએ જળસંકટનાં એંધાણ:આજી-1 તેમજ ન્યારી-1માં માત્ર 1 મહિનાનું પાણી, કેનાલ રીપેરીંગનાં બહાને નર્મદાનાં નીર ઠાલવવાનું બંધ કરાતા ચિંતા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment