Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:પોરબંદરના પાતા અને ગોરસર ગામે ખનીજ ચોરી પર તવાઈ: 15 ચરકડી મશીન, 3 ટ્રેક્ટર કબ્જે કરાયા

    1 day ago

    પોરબંદરના પાતા અને ગોરસર ગામે ખનીજ ચોરી પર ખાણ-ખનીજ વિભાગે વહેલી સવારે દરોડા પાડી ગેરકાયદે ખનન કરતાં 15 ચકડી મશીન અને 3 ટ્રેક્ટર ઝડપી પડી રૂ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોરબંદર જિલ્લા વહીવટી વિભાગ અને ખાણ-ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર તવાઈ બોલાવી હતી. તાલુકાના પાતા અને ગોરસર ગામના સીમ વિસ્તારમાં દરોડા પાડીને કુલ 18 જેટલા ગેરકાયદે વાહનો તથા મશીનરી સહિત અંદાજે રૂ.20 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ​ખાણ-ખનીજ તંત્ર દ્વારા અચાનક કરવામાં આવેલી આ લાલ આંખ કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી તમામ સાધન-સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. જિલ્લામાં કોઈપણ સ્થળે ગેરકાયદેસર રીતે ખનીજનું ઉત્ખનન કે ચોરી ચલાવી લેવામાં નહીં આવે તેવી કડક ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગોરસર ગામે 3 ખાડામાંથી 9 મશીન સીઝ ગોરસર ગામ ખાતે રમેશકુમાર લખમણભાઈ ધલવલિયા તથા હસન અરબભાઈ લુસાની નામના સંચાલકોના કુલ 3 ખાડાઓ પર તપાસ હાથ ધરીને ગેરકાયદેસર ખનન કરી રહેલા 9 ચકડી મશીનોને ટીમે સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્વસહાય જૂથોની રાખડીઓ અને વિવિધ પરંપરાગત હસ્તકલા વસ્તુઓનું વેચાણ-પ્રદર્શન શરૂ:પોરબંદરમાં મહિલાઓને આર્થિક પગભર બનાવવા રાખીમેળાનો પ્રારંભ
    Next Article
    ડુપ્લિકેટ પાઇપલાઇન નાખી આઇએસઆઇ માર્કાના ખોટા બિલો બનાવ્યાનો આક્ષેપ:પોરબંદરના સોઢાણા ગામે 15મા નાણાપંચની ગટર લાઇનના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment