Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ડમાં ચોળીની 3 હજાર કિલો જંગી આવક:જીરૂના મણે રૂ.3550 અને તલના રૂ.2300 સુધીના ભાવ બોલાયા

    एक दिन पहले

    પોરબંદરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માલદેવજી ઓડેદરા માર્કેટિંગ યાર્ડ ખાતે શુક્રવારના દૈનિક માર્કેટ અહેવાલ મુજબ વિવિધ કૃષિ જણસીઓની સારી આવક સાથે વેચાણ થયું હતું. જેમાં જીરૂના 20 કિલોના ભાવ ઊંચામાં રૂ.3550, તલના રૂ.2300 તથા ચોળીના રૂ.1551 સુધી પહોંચ્યા હતા. ​યાર્ડમાં ખાસ કરીને કઠોળ અને તેલીબિયાં પાકોમાં સારો વેપાર જોવા મળ્યો હતો. જેમાં ચોળીની સૌથી વધુ 3000 કિલો અને જીરૂની 1200 કિલોની જંગી આવક નોંધાઈ હતી. જાડી મગફળીના 20 કિલોના ભાવ રૂ.1275 થી રૂ.1450 રહ્યા હતા, જ્યારે સીંગદાણા જાડામાં રૂ.1650 થી રૂ.1960 સુધીના ભાવ બોલાયા હતા અને તેની 1500 કિલોની આવક થઈ હતી. આ ઉપરાંત સીંગ ફાડાના ભાવ રૂ.1685 સુધી રહ્યા હતા.માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના ભાવ રૂ.500 થી રૂ.526 અને ઘઉં લોકવનના ભાવ રૂ.430 રહ્યા હતા. જ્યારે જુવારના 20 કિલોના ઊંચા ભાવ રૂ.1180 તથા બાજરો રૂ.265 થી રૂ.340 સુધી વેચાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ડુપ્લિકેટ પાઇપલાઇન નાખી આઇએસઆઇ માર્કાના ખોટા બિલો બનાવ્યાનો આક્ષેપ:પોરબંદરના સોઢાણા ગામે 15મા નાણાપંચની ગટર લાઇનના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બે દિવસની પ્લોટની હરરાજીમાં જ મનપાને રૂ.2.16 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment