Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બે દિવસની પ્લોટની હરરાજીમાં જ મનપાને રૂ.2.16 કરોડની આવક

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકા દ્વારા યોજાનારા જન્માષ્ટમી લોકમેળા-2026 માટે વિવિધ કેટેગરીના પ્લોટની હરાજી કરવામાં આવી રહી છે. મનપાના આવક પત્રક મુજબ તા.12 અને 13 ઓગસ્ટની હરાજીમાંથી કુલ રૂ.2,16,09,500ની આવક નોંધાઈ છે. પોરબંદર મનપા દ્વારા જન્માષ્ટમીના લોકમેળા માટેની તૈયારી આદરી છે. તા. 12 અને તા.13ના રોજ થયેલ પ્લોટની હરાજીમાં મનપાને માતબર આવક થઈ છે. હરાજીમાં મોટા યાંત્રિક ચકડોળના 15 પ્લોટ, મોતનો કૂવો, નાની ચકડોળ અને હાથીના પૂતળા પાસેના ગ્રાઉન્ડની હરાજીથી કુલ રૂ.1,51,46,000ની આવક થઈ છે. આ ઉપરાંત ખાણીપીણી વિભાગ, પ્રીમિયમ ફૂડ સ્ટોલ, નાના બાળકોની ચકડોળ, પાર્ટી પ્લોટ, ચોપાટી પ્લાઝા અને પાર્કિંગવાળા ગ્રાઉન્ડ સહિતની હરાજીથી રૂ. 64,63,500ની આવક થઈ છે. આમ 2 દિવસમાં કુલ 2,16,09,500ની આવક થઈ છે. જીએસટી આવક અલગ મેળામાં ચકડોળ, ગ્રાઉન્ડ, ખાણીપીણી સહિતના સ્ટોલની અપસેટ પ્રાઈઝ પર પ્લોટની હરાજી કરવામાં આવી છે જેમાં જે ભાવ નક્કી થાય તેના પર જીએસટી અલગથી ચૂકવવાનું થાય છે. આમ 2 દિવસની હરાજીમાં 38,89,710ની જીએસટીની વધારાની આવક થઈ છે. જીએસટી સાથે બે દિવસના પ્લોટની હરાજીમાં કુલ રૂ. 2,54,99,210ની આવક થાય છે.
    Click here to Read More
    Previous Article
    યાર્ડમાં ચોળીની 3 હજાર કિલો જંગી આવક:જીરૂના મણે રૂ.3550 અને તલના રૂ.2300 સુધીના ભાવ બોલાયા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ચોમાસાની અડધી સીઝન ફોગટ : ખંભાળામાં‎ 28 ટકા, ફોદાળા ડેમમાં 41 ટકા પાણીનો જથ્થો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment