Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ચોમાસાની અડધી સીઝન ફોગટ : ખંભાળામાં‎ 28 ટકા, ફોદાળા ડેમમાં 41 ટકા પાણીનો જથ્થો‎

    1 day ago

    ચોમાસાની અડધી સીઝન વીતી જવા છતાં પોરબંદર જિલ્લામાં જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક બની છે. વરસાદની અપેક્ષા સામે મુખ્ય ડેમોમાં પૂરતો જળસંગ્રહ ન થતાં આગામી દિવસોમાં પાણીની તંગીનો ભય ઘેરાઈ રહ્યો છે. ખંભાળા ડેમમાં માત્ર 28 ટકા અને ફોદાળા ડેમમાં 41 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ સતત ગરમી અને બાષ્પીભવનના કારણે સંગ્રહિત પાણીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એટલે એક તરફ વરસાદની અછત અને બીજી તરફ બાષ્પીભવનનો ડબલ માર પડતાં પોરબંદર માટે જળસંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જો ચોમાસાના બાકીના સમયગાળામાં સારો વરસાદ નહીં પડે તો ઉનાળા પૂર્વે પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. ચોમાસાનો અડધો ગાળો વિતી ગયા પછી પણ પોરબંદર તાલુકામાં મોસમનો માત્ર 9.58 ટકા વરસાદ નોંધાતા પરિસ્થિતિ નાજુક બની છે. શહેરની તરસ છિપાવતા બે મુખ્ય જળાશયો ખંભાળા અને ફોદાળા હાલમાં ભયજનક રીતે નીચી સપાટીએ પહોંચી ગયા છે. સામાન્ય રીતે આ દિવસોમાં ઓવરફ્લો થવાની આરે રહેતા આ ડેમોમાં આ વર્ષે તળિયા દેખાવા લાગ્યા છે. પાણીની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ તો ખંભાળા ડેમમાં ક્ષમતાના માત્ર 28.38 ટકા એટલેકે 153.77 MCFT પાણી ઉપલબ્ધ છે જ્યારેફોદાળા ડેમમાં ક્ષમતાના માત્ર 41.40 ટકા 325.52 MCFT પાણી જ શિલક છે. ખાસ કરીને ગરમી અને બાષ્પીભવનનો ડબલ મારને કારણે પોરબંદર પર વોટર કટોકટીનો ભયની શક્યતા વર્તાઈ રહી છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન થઈને આકાશમાંથી કાચું સોનું નહીં વરસાવે, તો શિયાળાની શરુઆતમાં જ પોરબંદરવાસીઓએ પાણી માટે વલખાં મારવાનો વારો આવે તેવી શકયતા જોવા મળે છે. નવેમ્બર સુધી જ ચાલશે જળજથ્થો, જળ સંકટના ઘેરાતા વાદળો ડેમમાં પાણી ઘટે એટલે માત્ર વપરાશ જ જવાબદાર નથી હોતો, પરંતુ કુદરતી રીતે થતું બાષ્પીભવન પણ મોટો ભાગ ભજવે છે. સપાટી સાંકડી, નુકસાન વધુ: નિષ્ણાતોના મતે ડેમમાં પાણીની સપાટી જેમ નીચે જાય છે અને ગરમી-ઉકળાટ વધે છે, તેમ બાષ્પીભવનનો દર ઝડપી બને છે. નવેમ્બરમાં ડેમ તળિયાઝાટક થશે: હાલના ઉપલબ્ધ જથ્થા અને બાષ્પીભવનના ઊંચા દરનો હિસાબ માંડીએ તો આ પાણી માંડ નવેમ્બર મહિના સુધી જ પૂરું પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. પાણી બચાવવું પડશે પોરબંદરમાં જળસંગ્રહની સ્થિતિને ધ્યાનમાં લેતા હવે પાણીના વપરાશમાં કાપ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. ઘરગથ્થુ વપરાશમાં બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવો, લીકેજ તાત્કાલિક દૂર કરવું અને જાહેર સ્થળોએ પાણીના બેફામ વપરાશ પર નિયંત્રણ જરૂરી બનશે. ડેમમાં આવક ઓછી હોય ત્યારે દરેક ટીપું મહત્વનું બને છે. હાલ પાણીની તંગી તાત્કાલિક દેખાતી ન હોવા છતાં આગામી મહિનાઓ માટે સાવચેતી રાખવામાં નહીં આવે તો સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બે દિવસની પ્લોટની હરરાજીમાં જ મનપાને રૂ.2.16 કરોડની આવક
    Next Article
    ડેપો તંત્ર દ્વારા પોલીસ પેટ્રોલીંગ સાથેની રજૂઆત કરાઇ‎:સુરેન્દ્રનગર ડેપોમાં વિદ્યાર્થિનીઓની બે આવારા તત્વોએ મશ્કરી કરતા હંગામો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment